ગોધરા,પંચમહાલ લોકસભા બેઠક ઉપર ચુંટણી અંગેનું જાહેરનામુંં પ્રસિદ્ધ થયા બાદ 12 એપ્રિલથી ફોર્મ ભરવાના છેલ્લા 19 એપ્રિલ સુધીમાં કુલ 58 ફોર્મનો ઉપાડ રાજકીય પક્ષોના અને અપક્ષ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો હતો. પંચમહાલ લોકસભા ચુંટણી માટે 31 ફોર્મ અપક્ષ ઉમેદવારો દ્વારા ઉપાડવામાં આવ્યા હતા. જ્યારે બીજેપી દ્વારા-4, કોંગ્રેસ અને આપના-13, બી.એસ.પી.પાર્ટીના-2, અખિલ વિજયા પાર્ટીના-2, આમ જનતા પાર્ટીના -1, જનસંંધ-2, રાઈટ ટુ રિ કોલ પાર્ટી-1, એકમ સનાતન ભારત પાર્ટીના-2 મળી કુલ 58 ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો હતો. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલના 19 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. જનતા પાર્ટીના-3 ફોર્મ, કોંગ્રેસના-4, બી.એસ.પી.-1, આમ જનતા પાર્ટી-1, ધનવાન ભારત પાર્ટી-2, રાઈટ ટુ રિ કોલ પાર્ટીના-1 અને અપક્ષ-6 મળી કુલ 19 ઉમેદવારી પત્રો પંચમહાલ જીલ્લા ચુંટણી અધિકારી સમક્ષ ભરવામાં આવ્યા છે.
ઉમેદવારોના નામ પક્ષ
ઠાકર શૈલેષકુમાર શંકરલાલ બહુજન સમાજ પાર્ટી
લક્ષ્મણભાઇ ગલાભાઇ બારીયા આમ જનતા પાર્ટી
દુષ્યંતસિંહ નરવતસિંહ ચૌહાણ કોંગ્રેસ
ગુલાબસિંહ સોમાસિંહ ચૌહાણ કોંગ્રેસ
મનુભાઇ રેવાજીભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી
રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ ભારતીય જનતા પાર્ટી
પાંડોર કૌશીકકુમાર શંકરભાઈ અપક્ષ
જીતેશકુમાર ધનશ્યામભાઇ સેવક ધનવાન ભારત પાર્ટી
હસમુખભાઇ ગણપતસિંહ રાઠોડ અપક્ષ
શાંતિલાલ છોટાલાલ પટેલ અપક્ષ
પટેલ મુકેશભાઇ વિઠ્ઠલભાઇ રાઈટ ટુ રિ કોલ પાર્ટી
મનોજસિંહ રણજીતસિંહ રાઠોડ અપક્ષ
તસ્લીમ મહોમદ રફીક દુર્વેશ અપક્ષ
પૂનમભાઇ મડાભાઇ હરીજન અપક્ષ