દે.બારીઆ, દે.બારીઆ તાલુકામાં પરિણિતા ભાગી ગયા બાદ સમાધાનના નકકી થયેલા રૂપિયા પ્રેમી આપતો ન હતો. જેથી તે મામલે કુટુંબીઓ પરિણિતાનો ત્રાસ આપતો હોઈ કંટાળીને તે 14 દિવસ પહેલા ફરીથી તેની સાથે ભાગી ગઈ હતી. રૂપિયા આપતો ન હોવાની અદાવતે આ વખતે પ્રેમી અને તેના કુટુંબીઓને અપહરણ અને દુષ્કર્મના કેસમાં ફસાવવા ખોટી ફરિયાદ કરવાનુ તેના કુટુંબીઓ દબાણ કરતા હતા.
દે.બારીઆ તાલુકાની એક પરિણિતા બે વર્ષ પહેલા ઉમેશ ઉર્ફે ઉકાર નામક પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ તેને પકડી લવાતા પરિણિતાના કુટુંબીઓ દ્વારા ઉમેશભાઈ પાસેથી સમાધાનના રૂપિયા લેવાનુ નકકી કરાયુ હતુ. જોકે ઉમેશ રૂપિયા આપતો ન હોવાથી આ રૂપિયા પરિણિતા આપતા દેતી ન હોવાની શંકા રાખીને રૂપિયા કઢાવી આપવા માટે તેને અવાર નવાર મારકુટ કરીને ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળીને પરિણિતા ઉમેશ સાથે ફરીથી ભાગી ગઈ હતી. શોધખોળ બાદ બંને શીંગળાજ ગામેથી પકડાયા હતા. શોધવા ગયેલ લલિત, શૈલેષ, દિલીપ અને કિરણ નામક કુટુંબી ઉમેશ રૂપિયા આપતો ન હોવાથી તેને અને તેના પરિવારના લોકો સામે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ કરવાનુ દબાણ કરી રહ્યા હતા. આ બાબતથી કંટાળેલી પરિણિતાએ અંતે 17 એપ્રિલના રોજ પોતાના ચાર કુટુંબીઓ સામે જ ફરિયાદ નોંધાવી હતી.