બાલાસિનોર, મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં ચુંટણીને લઈને વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ કર્મચારીઓને ફરજની સોંપણી કરાઈ છે. જરૂરી તાલીમ પણ અપાઈ છે. તેમ છતાં ચુંટણી કામગીરીમાં અનેક કર્મચારીઓ છટકબારી શોધી રહ્યા છે. ચુંટણીની ફરજમાં જવુ ન પડે તે માટે વિવિધ બહાના બતાવી ચુંટણી ફરજમાંથી મુક્તિ મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે. બાલાસિનોર તાલુકામાં ચુંટણી ફરજમાંથી મુક્તિ માટે અત્યાર સુધીમાં અંદાજિત 115 અરજી આવી છે. જેમાં ચુંટણી ફરજમાંથી મુક્તિ મેળવવા અનેક કારણો જણાવવામાં આવ્યા છે. જેમાં માતા-પિતાની તબિયત સારી નથી, લગ્નમાં જવાનુ છે, તથા સોૈથી વધુ કારણ માંદગી તેમજ પક્ષ સાથે જોડાયેલા હોવાનુ જણાવાયુ છે. તો ધણા કર્મચારીઓએ તો સાવ સામાન્ય બહાના બતાવ્યા હતા જે ગળેથી ઉતરે તેવા ન હતા. તંત્ર દ્વારા આવેલ 115 અરજીઓમાંથી 41 જેટલા કર્મીઓના ચુંટણીમાં થયેલ ઓર્ડર રદ્દ કરવાની અરજી નામંજુર કરાઈ છે. અને 74 જેટલી અરજીઓ મંજુર કરાઈ છે.