સાબરકાંઠામાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હોબાળો, યુવાનોએ કાળા વાવટા બતાવી વિરોધ પ્રદર્શન કર્યું

હિંમતનગર રાજકોટ લોક્સભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી બાબતે રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સાબરકાંઠામાં ઈડરના દામોદર વિસ્તારમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હોબાળો થયો હતો. જેમાં ક્ષત્રિય યુવાનો દ્વારા ચાલુ કાર્યક્રમમાં કાળા વાવટા બતાવાયા હતા. વિરોધ પ્રદર્શનમાં ઉમેદવાર સહિત ભાજપ હાય હાય ના લગાવાય નારા લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ઉમેદવાર મામલે વિરોધ યથાવત છે. ક્ષત્રિય સમાજનો વિરોધ આગામી સમયમાં ભાજપને ભારે પડી શકે છે. ઈડરમાં વિરોધ થતાં સ્થાનિકો ભાજપ નેતાઓની હાલત કફોડી બની છે. આગામી સમયમાં ઈડર બાદ અન્ય તાલુકાઓમાં પણ વિરોધ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવાનોને પોલીસે અટકાયત કરી ઈડર પોલીસ મથકે લઇ જવાયા હતા.