બંગાળમાં રામનવમી પર ભાજપે હિંસા ભડકાવી: મમતા બેનર્જી

  • ભાજપે લોક્સભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ઘટનાનું પૂર્વ આયોજન કર્યું હતું,મુખ્યમંત્રી

કોલકતા, પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારાને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રામ નવમી પર આયોજિત કાર્યક્રમમાં જે હિંસા ભડકી હતી તે પૂર્વ આયોજિત હતી. ભાજપ પર આરોપ લગાવતા મમતાએ કહ્યું કે, લોક્સભાની ચૂંટણીના કારણે ભાજપે આ ઘટનાનું પૂર્વ આયોજન કર્યું હતું.

રામનવમી એટલે કે ૧૭ એપ્રિલે મુર્શિદાબાદ જિલ્લાના શક્તિપુરમાં એક શોભાયાત્રા દરમિયાન બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેના માટે મમતા બેનર્જીએ ભાજપને જવાબદાર ગણાવ્યું છે. મમતા બેનર્જી લોક્સભા ચૂંટણી માટે રાયગંજ મતવિસ્તારમાં ચૂંટણી રેલી કરી રહ્યા હતા, આ રેલી દરમિયાન તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો અને કહ્યું કે મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસા પૂર્વ આયોજિત હતી, વધુમાં તેમણે કહ્યું કે ભાજપે આગામી લોક્સભા ચૂંટણી માટે આ હિંસાનું આયોજન કર્યું હતું. તેને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી છે.

રેલી દરમિયાન, મમતાએ કહ્યું કે રામ નવમીના એક દિવસ પહેલા, મુર્શિદાબાદ ના નાયબ પોલીસ મહાનિરીક્ષકને હટાવવામાં આવ્યા હતા જેથી ભાજપ સરઘસ દરમિયાન હિંસા કરી શકે. એટલું જ નહીં, તેણે એવો પણ દાવો કર્યો છે કે ભાજપ સાથે જોડાયેલા ગુંડાઓએ જિલ્લામાં પોલીસકર્મીઓને પણ માર માર્યો છે. મુર્શિદાબાદ માં બુધવારે એટલે કે ૧૭ એપ્રિલની સાંજે રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમ જેમ સરઘસ એગ્રામાં કોલેજના વળાંકથી પસાર થયું, ત્યારે વિસ્ફોટ સાથે પથ્થરમારો કરવામાં આવ્યો, જે દરમિયાન ભીડ અહીં-ત્યાં દોડવા લાગી, જેને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

૧૮ એપ્રિલના રોજ પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ૧૭ એપ્રિલની રાત્રે બનેલી ઘટનામાં સંડોવણી બદલ ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે, આ સાથે જ આ વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ મેદિનીપુરના ઉમેદવાર અને બીજેપી નેતા અગ્નિમિત્રા પોલે પાર્ટી કાર્યર્ક્તાઓ સાથે આ ઘટનાનો વિરોધ કર્યો હતો.

આ સાથે જ ભાજપે આરોપ લગાવ્યો છે કે જિલ્લાના રેજીનગર વિસ્તારમાં રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અગ્નિમિત્રા પોલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું હતું, જેમાં તેણે લખ્યું હતું કે રામ નવમી પરના શોભાયાત્રામાં આજે રાત્રે એગ્રામાં જેહાદીઓ દ્વારા હિંદુ ભાઈઓ અને બહેનો પર હુમલો કરવામાં આવ્યો હતો. જે લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો તેઓ બચી ગયા હતા પરંતુ જે લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો તેઓની ઈગ્રા પોલીસે ધરપકડ કરી હતી. ભાજપના કાર્યકરોએ આખી રાત વિરોધ પ્રદર્શન કર્યું હતું.