નવસારી, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આજે નવસારી લોક્સભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવાના હતા. જોકે, વિજય મુહૂર્ત નીકળી જવાને કારણે હવે સીઆર પાટીલ આવતીકાલે ફોર્મ ભરશે.
ઉલ્લેખનીય છે કે, ઉમેદવારી નોંધાવતા પહેલા સીઆર પાટીલ નવસારીમાં મેગા રોડ શો યોજ્યો હતો. આ રોડ શોમાં સીઆર પાટીલની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પાટીલ સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.સી.આર પાટીલની રેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના હજારો સમર્થકો જોડાયા હતા.પાટીલની વિજય સંકલ્પ રેલી નવસારીના મધ્યસ્થ ભાજપ કાર્યાલયથી નીકળી હતી. ગરમીના માહોલમાં પણ રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો નજરે પડ્યા હતા. રેલીમાં લોકગાયક કિર્તીદાન ગઢવી અને ગીતાબેન રબારીએ ગીતોની રમઝટ બોલાવી હતી. આ દરમિયાન રેલીમાં હાજર કાર્યર્ક્તા ઉત્સાહિત થઈ ગયા હતાં.એટલું જ નહીં, મહિલાઓએ તો ગરબા પણ કર્યા હતા.
સીઆર પાટીલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવતા પહેલા રોડ શો કર્યો હતો, જેમાં ૧ લાખ લોકો આ સરઘસમાં જોડાયા હતા. જેમાં લગભગ ૨૦ હજાર મહિલાઓ માથે કેસરી ખેસ પહેરીને રેલીમાં જોડાઇ હતી.
આ સાથે ૬ સ્થળોએ ડીજે અને ઢોલ, નગારા, તાસ જેવા વાદ્યો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, હવે સીઆર પાટીલ ૧૯ એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવશે.