ઘોઘંબા ભાથીજી મંદિર ખાતે ઝાયણીના કાર્યક્રમ યોજયો


ઘોઘંબા,
ઘોઘંબા ભાથીજી મંદીર ખાતે પ્રથમ પાટોત્સવ તથા ઝાયણીનો કાર્યક્રમ યોજાયો. સર્વ ધર્મ સંભાવના સાથે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોનો મહત્વનો ફાળો.

ઘોઘંબામાં ધનેશ્ર્વર રોડ ઉપર આવેલા ભાથીજી મહારાજના મંદિર ઘોઘંબા ભાથીજી યુવક મંડળ દ્વારા કોમી એખલાસ અને સર્વ ધર્મ સમભાવના સાથે ઘોઘંબા નગરજનોના સહકારથી આજરોજ ભાથીજી મહારાજનો પ્રથમ પાટોત્સવ તથા ઝાયણીનો કાર્યક્રમ યોજાયો હતો.

વૈદિક મંત્રો ચાર સાથે હવન કરી સર્વ સમાજની ઉન્નતિની પ્રાર્થના સાથે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાત-જાતના ભેદભાવ વગર સર્વ સમાજને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઘોઘંબા નગરજનોએ કોમી એકતા સાથે ઝાયણી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.