ગોધરા,
પંચમહાલ જીલ્લા હાલોલ વિધાનસભા બેઠક ભાજપ માટે ઉકળતા ચરૂ જેવી સ્થિતી છે. ભાજપ ફાંટામાં વહેંચાયેલ છે. તેમાં પણ સ્થાનિક ધારાસભ્ય સામે છેલ્લા ત્રણ વર્ષથી સ્થાનિક વિકાસના કામો રોડ રસ્તાની બાબતે ગંભીરતાથી ન લેતાં ભાજપ પાર્ટીમાં તેમનો ભારે વિરોધ છે અને તેમના સ્થાને અન્ય કોઈ ઉમેદવારને ભાજપની ટીકીટ ફાળવવા માટે માંગ કરી રહ્યા છે. ત્યારે જો બીજેપી દ્વારા હાલોલ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારને રીપીટ કરવામાં આવે તો ભાજપના ઉમેદવારને હરાવવામાં માટે ભાજપમાં બીજો મોરચો બનાવી બેઠેલા હોદ્દેદારો અને કાર્યકરો મેદાનમાંં આવે તેવી સ્થિતી નિર્માણ થવા પામી છે. જ્યારે હાલોલના વર્તમાન ધારાસભ્ય પોતાની ઉમેદવારીની દાવેદારી કરી છે. જો તેમને ટીકીટ ન ફળવાય તો પુત્ર માટે ટીકીટની માંગણી કરાઈ છે. બીજેપી દ્વારા 70 વર્ષ ઉપરના વ્યકિતને ટીકીટ આપવાની ના પાડી રહી છે. ત્યારે હાલોલ વિધાનસભાના વર્તમાન ધારાસભ્યને ટીકીટ ન ફાળવી અન્ય કોઈ ઉમેદવારને ટીકીટ ફાળવવામાં આવે તો આવા ઉમેદવારને મદદ કરીને જીતાડી લાવવા વર્તમાન ધારાસભ્ય અને સમર્થકો મદદ કરશે કેમ તેવા પ્રશ્ર્નો વચ્ચે હાલોલ વિધાનસભાના ઉમેદવાર જાહેર થતાં અનેક વિવાદોનો વંટોળ ઉભા થશે.