125મોરવા હડફ ( અ.જ.જા) વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત 17મી નવેમ્બર સુધી મોકલી શકશે

ગોધરા,
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે 125-મોરવા હડફ (અ.જ.જા.) વિધાનસભા મતવિભાગની ચૂંટણીની નોટીસ તા.10/11/2022 ના રોજ પ્રસિધ્ધ કરેલ છે. જે અનુસાર આ વિધાનસભા મતદાર વિભાગ માટે ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી(વિકાસ), પંચમહાલ, રૂમ નં- 1 મામલતદાર કચેરી મોરવા હડફ, જિ.પંચમહાલ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર મોરવા હડફ, જિ.પંચમહાલને મોડામાં મોડું તારીખ.17 મી નવેમ્બર-2022 (ગુરૂવાર) સુધીમાં કોઇ પણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધીમાં નામાંકનપત્રો પહોંચાડી શકાશે.