- MGVCL દ્વારા મધ્ય ગુજરાતના સાત જીલ્લાઓના 22.45 વીજ ગ્રાહકો સુધી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવાશે.
નડિયાદ,વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી આગામી તા.7 મે,2024ના રોજ યોજાનાર છે.વડોદરા લોકસભા અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ જટઊઊઙ અને ઝઈંઙ અંતર્ગત વડોદરા શહેર જીલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ મતદાન જાગૃતિ અભિયાનમાં હવે મધ્ય ગુજરાત વીજ કંપની લિ.પણ સહભાગી બની છે.
જેના ભાગરૂપે મધ્ય ગુજરાત વીજ કંપની લિ. દ્વારા કંપનીના એમ.ડી. તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, મહીસાગર,પંચમહાલ અને દાહોદ સહિત સાત જીલ્લાઓમાં 22.45 લાખ જેટલા વીજ ગ્રાહકોમાં વીજ બીલમાં મતદાન જાગૃતિ માટે ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ, મતદાન આપના સૌની ફરજ, તેને ચૂકશો નહી સૂત્ર સાથેના રબર સ્ટેમ્પ મારી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવી રહ્યો છે.
આ અંગેની વિગતો આપતા મધ્ય ગુજરાત વીજ કંપનીના જનરલ મેનેજર જે.એચ.મોદીએ જણાવ્યું હતું કે,કંપની દ્વારા ફેબ્રુઆરી – માર્ચના વીજ બીલમાં સાત જીલ્લાના 7,56,217 વીજ ગ્રાહકોના બીલમાં મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવ્યો છે. જ્યારે તા.6 મે સુધી ગ્રાહકોને આપવામાં આવનાર માર્ચ – એપ્રિલના વીજ બીલમાં વધુ 14,89,733 વીજ ગ્રાહકોના બીલમાં મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવશે.આમ સાત જીલ્લામાં કુલ 22,45,950 વીજ ગ્રાહકો સુધી મતદાન જાગૃતિનો સંદેશો પહોંચશે.
કંપની દ્વારા ફેબ્રુઆરી – માર્ચના બીલમાં વડોદરા જીલ્લામાં 2,73,121, છોટાઉદેપુરમાં 49,364, આણંદમાં 1,28,273, ખેડામાં 1,09,286,મહીસાગરમાં 53,456, પંચમહાલમાં 79499 અને દાહોદ જીલ્લામાં 63,218 સહિત કુલ 7,56,217 ગ્રાહકોના વીજ બીલમાં મતદાન જાગૃતિના રબર સ્ટેમ્પ મારવામાં આવ્યા છે.
કંપની દ્વારા આગામી તા.6 મે,સુધી વિતરણ થનાર માર્ચ – એપ્રિલના બીલમાં વડોદરા જીલ્લામાં 5,38,035, છોટાઉદેપુરમાં 99,147, આણંદમાં 2,69,051, ખેડામાં 2,03,526,મહિસાગરમાં 1,02,326,પંચમહાલ 1,49,354 અને દાહોદ જીલ્લામાં 1,28,294 સહિત કુલ 14,89,733 વીજ ગ્રાહકોના બીલમાં મતદાન જાગૃતિના રબર સ્ટેમ્પ મારવામાં આવશે તેમ મોદીએ જણાવ્યું છે.