મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધારવા ચૂંટણીતંત્ર દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા

  • ” મતદાન મારો અધિકાર ” સૂત્ર હેઠળ મહેંદી મૂકી મતદાન જાગૃતિ લાવવાનો કિશોરીઓનો અનોખો પ્રયાસ.

દાહોદ,લોકતંત્રમાં મતદાતા જ પાયાનો ધટક છે. લોકતંત્ર એટલે લોકો વડે, લોકો માટે, લોકો દ્વારા ચાલતી વ્યવસ્થા છે. જેમાં ભાગ લેવા તમામ નાગરીકનો હક્ક છે. તેમાં સાચા અને સારા વ્યક્તિને તટસ્થ અને નિર્ભીક રીતે મતદાન કરીને લોકશાહીને વધુ મજબુત બનાવવી જોઈએ. દાહોદમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ મતદારો મતદાન અંગે જાગૃત થઇ મત આપવા પ્રેરિત થાય એ હેતુસર ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

જેને ધ્યાને રાખી દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ દુધામલી આંગણવાડી કેન્દ્ર 3 ઉપર કિશોરીઓ દ્વારા હાથો ઉપર મહેંદી મૂકીને મતદાન જાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. મહેંદીમાં મતદાન મારો અધિકાર સૂત્રો લખવામાં આવ્યાં હતા. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત ગામમાં મતદાન જાગૃતિ માટેની રેલી પણ કાઢવામાં આવી હતી.મતદાન અપીલ માટે હાથમા મેંહદી મુકવામાં આવી હતી તથા મતદાન અચુક કરવા માટે શપથ લેવડાવ્યા હતા. જેમાં આ કાર્યક્રમમાં સીડીપીઓ ધાનપુર હાજર રહ્યા હતા. દુધામલી આંગણવાડીની બહેનો દ્વારા તેમના કાર્યક્ષેત્રમાં આવતા મત વિસ્તારના લોકો તેમાંય ખાસ કરીને મહિલાઓ મહત્તમ પ્રમાણમાં મતદાન કરે અને મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે તેમજ મતદાનની પાત્રતા ધરાવતા ઘરના સભ્યો મતદાન કરે તે અંગે સમજૂતી આપવામાં આવી હતી.