ફતેપુરાના બુટેલા ખાતે મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

દાહોદ, સમગ્ર દાહોદ જીલ્લામાં આવનાર ચૂંટણીને ધ્યાને રાખી જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ લોકોમાં મતદાન માટેની જાગૃતતા આવે તેમજ તેઓ મતદાન કરવા પ્રેરિત થાય એ હેતુથી સ્વીપ અભિયાન દ્વારા ગ્રામ્ય હોય કે શહેરી દરેક વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકામાં બુટેલા (વાંગડ) ગામ ખાતે ગત ચૂંટણી દરમ્યાન મહિલા મતદારો દ્વારા 50 ટકા થી પણ ઓછું મતદાન થતાં આ વખતે લોકસભા ચૂંટણીમાં મહિલા મતદારો 100 ટકા મતદાન કરે એ માટે સ્વીપ અભિયાન હેઠળ મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમ્યાન વાંગડ (બુટેલા) પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાતફેરી યોજી મતદાનની મહત્વતા દર્શાવતા વિવિધ સૂત્રો તેમજ બેનર્સ થકી ગામના દરેક મતદારો અવશ્ય મતદાન કરે તે માટે પ્રોત્સાહિત કરી ચૂંટણીલક્ષી માહિતી આપવામાં આવી હતી. મતદાન જાગૃતિના આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શાળા સ્ટાફ તેમજ ગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.