ઈશ્રમ કાર્ડધારકોએ રેશનકાર્ડ માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરવો

દાહોદ,ભારત સરકાર ધ્વારા અસંગઠિત શ્રમયોગી સુરક્ષા અધિનિયમ અંતર્ગત શ્રમયોગીઓની નોંધણી કરીને તેઓને ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવે છે. જે અંતર્ગત શ્રમયોગીઓને રેશનકાર્ડ આપવાની જોગવાઈ થયેલ છે.

સમગ્ર દાહોદ જીલ્લામાં ઈ-શ્રમ કાર્ડ ધરાવનાર નાગરિકો પાસે જો રેશનકાર્ડ ન હોય તો તેઓએ નજીકની મામલતદાર કચેરીનો સત્વરે સંપર્ક કરવા જણાવવામાં આવે છે તથા જો ઈ શ્રમ કાર્ડધારકનું નામ રેશનકાર્ડમાં ન હોય તો તેઓને તાત્કાલીક નામ દાખલ કરાવવા સુચના આપવામાં આવે છે.

વધુમાં જીલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ઘ્વારા ઈ-શ્રમ કાર્ડધારકોનો સામેથી સંપર્ક કરીને માહિતી મેળવવામાં આવી રહી છે.

જે ઈ-શ્રમ કાર્ડધારકો પાસે હાલ રેશનકાર્ડ ઉપલબ્ધ છે તેઓએ પણ નજીકની મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં નાયબ મામલતદાર પુરવઠાનો સંપર્ક કરવો આ માટે આપેલ મુજબના ફોન નંબર પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

મામલતદાર કચેરી, દાહોદ – 02673-220020,

મામલતદાર કચેરી, ગરબાડા – 02673 233480,

મામલતદાર કચેરી, ઝાલોદ – 02679 226140,

મામલતદાર કચેરી, ફતેપુરા – 02675 233566

મામલતદાર કચેરી, લીમખેડા – 02677 222621

મામલતદાર કચેરી, ધાનપુર – 02677-277570

મામલતદાર કચેરી, દે.બારીઆ – 02678-220222

મામલતદાર કચેરી, સંજેલી – 02679 227550

મામલતદાર કચેરી, સીંગવડ – 02677 230688 પર સંપર્ક કરવા જીલ્લા પુરવઠા અધિકારી દાહોદએ જણાવ્યું છે