126ગોધરા વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત 17મી નવેમ્બર સુધી મોકલી શકશે

ગોધરા,
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે 126ગોધરા વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણીની નોટીસ તા.10/11/2022 ના રોજ પ્રસિધ્ધ કરેલ છે.જે અનુસાર આ વિધાનસભા મતદાર વિભાગ માટે ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઈ એક વ્યકિત, ચૂંટણી અધિકારી,126ગોધરા વિભાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેકટર ગોધરા પ્રાન્ત ગોધરા,ઠે.પ્રાન્ત અધિકારીની ચેમ્બર,એ બ્લોક,પ્રથમ માળ,ગોધરા તાલુકા સેવા સદન,તાલુકા પંચાયત કચેરી,ગોધરાની બાજુમાં,ગોધરા,જિ.પંચમહાલ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર ગોધરા (ગ્રામ્ય), મામલતદાર કચેરી, ઠે.બી બ્લોક, પ્રથમ માળ, ગોધરા તાલુકા સેવા સદન,તાલુકા પંચાયત કચેરી,ગોધરાની બાજુમાં,ગોધરા,જિ.પંચમહાલ ખાતે મોડામાં મોડું તારીખ 17મી નવેમ્બર-2022 (ગુરૂવાર) સુધીમાં કોઈ પણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના 1100 વાગ્યાથી બપોરના 300 વાગ્યા સુધીમાં નામાંકનપત્રો પહોંચાડી શકાશે તેમ ચૂંટણી અધિકારી 126- ગોધરા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેકટર ગોધરા પ્રાંત એક અખબારી યાદીમાં જણાવેલ છે.