ગોધરા, પંચમહાલ લોકસભા બેઠક ઉપર ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ તારીખ 12 એપ્રિલથી 18 એપ્રિલ સુધી કુલ 58 ફોર્મ નો ઉપાડ રાજકીય પક્ષોના અને અપક્ષ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો છે. જે પૈકી સૌથી વધુ 31 ફોર્મ અપક્ષ ઉમેદવારો દ્વારા ઉપાડવામાં આવ્યા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 4 કોંગ્રેસ અને આપના 13, બહુજન સમાજ પાર્ટીના 2, અખિલા વિજયા પાર્ટીના 2, આમ જનતા પાર્ટીના 1, જનસંઘના 2, રાઇટ ટુ રિકોલ પાર્ટીનું એક અને એકમ સનાતન ભારત પાર્ટીના 2 મળી કુલ 58 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો હતો. જે પૈકી તારીખ 18 એપ્રિલ સુધીમાં 10 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના 3 ફોર્મ કોંગ્રેસના 3, બી એસ પી ના 1, અને આમ જનતા પાર્ટીના 1 મળી કુલ 10 ઉમેદવારી પત્રો પંચમહાલ જીલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ભરવામાં આવ્યા છે.