પંચમહાલ લોકસભા બેઠક ઉપર AJP ના ઉમેદવાર લક્ષ્મણભાઈ ગલાભાઈએ ઉમેદવારી પત્ર ભર્યું

  • રાજકીય પક્ષ આમ જનમત પાર્ટીના ઉમેદવાર દ્વારા પ્રથમવાર પંચમહાલ લોકસભા બેઠક ઉમેદવારી નોંધાવી.

ગોધરા,નવનિર્મિત રાજકીય પક્ષ આમ જનમત પાર્ટીના ઉમેદવાર દ્વારા પ્રથમવાર પંચમહાલ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જીલ્લા ચૂંટણી કચેરી ખાતે AJP ના ઉમેદવાર દ્વારા પોતાનું નામાંકન પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.

આવતીકાલે લોકસભા-2024ની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે, જે અગાઉ જ અનેક રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર ભરીને લોકસભાની ચૂંટણીમાં દાવેદારી નોંધાવવામાં આવી છે. ત્યારે નવનિર્મિત આમ જનમત પાર્ટી દ્વારા પંચમહાલ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારે પૂર્વ આર્મીમેન લક્ષ્મણભાઈ ગલાભાઈને ટિકિટ આપવામાં આવી હતી. જેઓએ તા 18 એપ્રિલ ગુરૂવારે બપોરે પોતાના સમર્થકો સાથે પંચમહાલ જીલ્લા ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેક્ટરની કચેરી ખાતે પોતાનું ઉમેદવારીપત્ર આપી કરીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જે બાદ તેઓએ જણાવ્યું હતું કે, પોતે મોંઘવારીથી ત્રસ્ત બન્યા છે. ત્યારે મોંઘવારી સહિતના મુદ્દાઓ લઇને તેઓ પ્રજા વચ્ચે જઈને મત માંગશે.