ગોધરા મામલતદાર કચેરીના એટીવીટી કોમ્પ્યુટર ઓપરેટર સમય પુરો થયો કહી જતાં રહેતા લાઈનમાં ઉભેલ અરજદારોએ હોબાળો મચાવ્યો

  • મામલતદાર એટીવીટીમાંં પૂર્ણકાલીન કોમ્પ્યુટર ઓપરેટર મુકવા માંગ કરાઈ.

ગોધરા, ગોધરા મામલતદાર કચેરી ખાતે ગ્રામ્ય વિસ્તારો માંથી અરજદારો જાતિ અને આવકનો દાખલો લેવા માટે લાઈનમાં ઉભા હતા. ત્યારે એટીવીટી સેન્ટર ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પોતાનો સમય પુરો થઈ ગયો હોવાનુંં જણાવી ચાલ્યા જતાં અરજદારોએ હોબાળો મચાવ્યો હતો.

ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માંથી મોટી સંખ્યામાં અરજદારો આવકના દાખલો તેમજ જાતિના દાખલા માટે કચેરીમાં આવતા હોય છે. અરજદારોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેતા હોય છે. તેમાં પણ ધરમધકકા પડતા હોય છે. ત્યારે આજરોજ ગોધરા મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટર ખાતે અરજદારોની લાંબી લાઈન આવકના દાખલા અને જાતિના દાખલા માટે લાગેલ હતી. ત્યારે એટીવીટી સેન્ટરના કોમ્પ્યુટર ઓપરેટર ચાલ્યો ગયેલ હોય જેને લઈ કલાકો થી લાઈનમાં ઉભેલ અરજદારો દ્વારા હોબાળો મચાવ્યો હતો. મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટરમાં આખો દિવસ લાઈનમાં ઉભા રહેવા છતાં અરજદારોનું કામ થતુંં ન હોવાથી અરજદારોને માનસીક અને આર્થિક નુકશાન થઈ રહ્યું છે. ત્યારે મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટરમાં પૂર્ણકાલીન કોમ્પ્યુટર ઓપરેટર મુકવામાંં આવે તેવી માંગ અરજદારો દ્વારા કરવામાં આવી છે.