જિલ્લા મેજિસ્ટ્રેટ, પંચમહાલ ગોધરા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 હેઠળ બહાર પડાયું જાહેરનામું

  • અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય પાંચ કરતાં વધુ વ્યકિતઓએ એકત્રિત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢી શકાશે નહી .
    ગોધરા,
    ભારતના ચુંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી2022ના બીજા તબકકામાં પંચમહાલ જિલ્લાની વિધાનસભા મતવિભાગની બેઠકોની ચૂંટણી અંતર્ગત તા.05/12/2022ના રોજ મતદાન, તા.08/12/2022ના રોજ મતગણતરી અને તા.10/12/2022ના રોજ ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થનાર છે. જેને લક્ષમાં લઈ ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, મતદારો પોતાનો મત મુકત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી શાંતિમય વાતાવરણમાં વિક્ષેપો ઉભા થાય નહીં અને જાહેર સુલેહશાંતિનો ભંગ થતો અટકાવવા અંગે સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય 05 (પાંચ) કરતાં વધુ વ્યકિત એકત્રિત થવુ નહી અને સભા સરઘસો નહી કાઢવા બાબતે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 (1974 નો 2-જો અધિનિયમ)ની કલમ-144 મુજબના પગલાં લેવા જરૂરી જણાય છે.
    જિલ્લા મેજિસ્ટ્રેટ, પંચમહાલ ગોધરા, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ–1973 (1974 નો 2-જો અધિનિયમ)ની કલમ-144 થી મળેલ સત્તાની રૂએ ફ2માવે છે કે, પંચમહાલ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આ હુકમની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થનાર તા.10/12/2022 સુધીની મુદત માટે અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય પાંચ કરતાં વધુ વ્યકિતઓએ એકત્રિત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં. સભા સરઘસની મંજુરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.
    અપવાદ
    (1) ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને,
    (2) કોઈ લગ્નના વરઘોડાનો,
    (3) સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને,
    (4) કોઈ સ્મશાન યાત્રાને,
    (5) સક્ષમ અધિકારીએ મંજરી આપેલ હોય તેવા વ્યક્તિઓને,
    શિક્ષા –
    આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-1860ની કલમ–188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.આ હુકમ અન્વયે પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા એ. એસ.આઈ. કે તેથી ઉપલા દરજજાના તમામ પોલીસ અધિકારીઓને જાહેરનામાના ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ- 1951ની કલમ-135 અને ભારતના ફોજદારી અધિનિયમની ક્લમ-188 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.