લુણાવાડામાં આખલાએ બાળકી ઉપર અચાનક હુમલો કરતાં રાહદારીઓએ હટાવી જીવ બચાવ્યો

લુણાવાડા, લુણાવાડામાં રખડતા પશુઓ માથાનો દુ:ખાવો બન્યા છે. અવારનવાર પશુઓની અડફેટમાં અનેક લોકો ધાયલ થયા છે. ત્યારે આજરોજ લુણાવાડામાં રોડ ઉપર આખલાએ બાળકી ઉપર હુમલો કરાયો હતો. ત્યારે નગરજનો દ્વારા પાલિકા દ્વારા રખડતા પશુઓના ત્રાસથી લોકોને બચાવે તેવી માંગ કરાઈ છે.

મહિસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં રખડતા પશુઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અવારનવાર લોકોને અડફેટમાં લેવાના બનાવો સામે આવ્યા છે. તેમ છતાં રખડતા પશુઓ માટે લુણાવાડા પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી નહિ કરાતા હજી રાહદારીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આજરોજ લુણાવાડામાં રોડ ઉપરથી પસાર થતી બાળકી ઉપર આખલાએ અચાનક હુમલો કર્યો હતો. ત્યારે રાહદારીઓ તેમજ વેપારીઓ દ્વારા બાળકીને હટાવી લેતાં માંડ જીવ બચ્યો હતો. લુણવાડામાંં અવારનવાર રખડતા પશુઓ દ્વારા અનેક લોકોને અત્યાર સુધી ઈજાઓ પહોંચાડી ચુકયા છે. ત્યારે આવા રખડતા પશુઓ સામે પાલિકા તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ નગરજનો દ્વારા ઉઠાવામાં આવી છે.