બાઈડનના વહીવટી તંત્રએ ભારત અને પાકિસ્તાનને તણાવ ટાળવા અને વાતચીત દ્વારા ઉકેલ શોધવાની સલાહ આપી

વોશિગ્ટન, વડાપ્રધાન મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તાજેતરમાં જ કહ્યું હતું કે, ભારત આતંકવાદીઓને તેમના ઘરમાંઆ ઘૂસીને મારવામાં અચકાશે નહીં. જોકે આ બંને દિગ્ગજ નેતાઓનો ઈશારો પાકિસ્તાન તરફ હતો. આ તરફ હવે આ મામલે અમેરિકાનું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના વહીવટી તંત્રએ ભારત અને પાકિસ્તાનને તણાવ ટાળવા અને વાતચીત દ્વારા ઉકેલ શોધવાની સલાહ આપી છે. જોકે અમેરિકાએ નિશ્ર્ચિતપણે કહ્યું છે કે, તે આમાં મયસ્થી નહીં કરે.

આતંકવાદ પર મોદીના ’ઘરમાં ઘૂસીને મારીશું’ના નિવેદન વિશે પૂછવામાં આવતા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું, જેમ કે મેં પહેલા કહ્યું છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ રસ્તામાં આવવાનું નથી. પરંતુ અમે ભારત અને પાકિસ્તાન બંનેને તણાવ ટાળવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ અને સંવાદ દ્વારા ઉકેલો શોધો.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે આતંકવાદીઓને ખતમ કરવા માટે અન્ય દેશોમાં ભારત દ્વારા કથિત ઓપરેશન અંગેના એક પ્રશ્ર્નનો જવાબ આપી રહ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું મોદી અને રાજનાથ સિંહની ટિપ્પણીઓ કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહની કથિત હત્યા, ન્યૂયોર્કમાં આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું, પાકિસ્તાનમાં આતંકવાદીઓની તાજેતરની હત્યાઓ સાથે સંબંધિત છે, તો તેમણે કહ્યું કે, અમેરિકા આ બાબતમાં સામેલ નહિ થાય.

સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાને એ પણ પૂછવામાં આવ્યું હતું કે, ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાને લઈને અમેરિકાએ ભારત પર કોઈ પ્રતિબંધ શા માટે લાદ્યો નથી. મિલરે કહ્યું, હું ક્યારેય કોઈપણ પ્રતિબંધ કાર્યવાહીનું પૂર્વાવલોકન કરવાનો નથી. આનો અર્થ એ નથી કે કોઈ કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, આ મહિનાની શરૂઆતમાં રાજનાથ સિંહે સીમા પારના આતંકવાદનો સામનો કરવા માટેના ભારતના અભિગમ પર કડક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, જો આતંકવાદીઓ ભારતમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે અથવા આતંકવાદી ગતિવિધિઓ કરે છે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, જો આ આતંકવાદીઓ પાકિસ્તાન ભાગી જશે તો ભારત પાડોશી દેશમાં ઘૂસીને તેમને મારી નાખશે. ઉત્તરાખંડમાં ચૂંટણી રેલીમાં રાજનાથ સિંહના શબ્દોને પુનરાવતત કરતા મોદીએ કહ્યું, જ્યારે પણ દેશમાં અમારી નબળી સરકાર રહી છે, ત્યારે અમારા દુશ્મનોએ ફાયદો ઉઠાવ્યો છે. આ મજબૂત સરકારમાં આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારી નાખવામાં આવે છે.