ગોધરા એશિયાના સૌથી મોટા કબ્રસ્તાન રોડ ઉપર કામમાં વિલંબ થતાં સ્થાનિકો પરેશાન


ગોધરા,
ગોધરા શહેરના એશિયાના સૌથી મોટા કબ્રસ્તાન રોડનું કામ નગર પાલિકા દ્વારા 25/02/2022 ના રોજ 1,01,56,678.26 ટેન્ડર આઈ.ડી.નંબર 496787 થી આપવામાં આવ્યું હતું અને તેમાં પત્ર મળ્યે થી કામ શરૂ કરવા લાઇન/માર્ગદર્શન સલાહ સૂચન અંગેના ખાતાના ડેપ્યુટી ઇજનેરનો સંપર્ક સાંધી કામગીરી વર્ક ઓર્ડરની તારીખ થી 6 માહિનામાં કામ પૂર્ણ કરવાનું થતું હોય પરંતુ હાલ કામ પૂર્ણ થયેલ નથી અને પાછલા દોઠ મહિના થી અજલ પત્થર ફેક્ટરી થી લઈ સૂફી મસ્જિદ સુધી ખોદકામ કરી કામ પૂર્ણ કરવાની જગ્યા એ જે તે પરિસ્થિતીમાં ખોદકામ કરી જતાં રહ્યા હોય જેની નગર પાલિકાની સ્થાનિકો દ્વારા નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર નગર પાલિકા ગોધરા અને બાંધકામ શાખાના વડા ડામોર ની રજૂઆત કરવા છતાં આગર કામ શરૂ નહીં થતાં સ્થાનિકો રાહદારીઓ શાળામાં અભ્યાસ કરવા જતાં ભૂલકાંઓ અને અંતિમ યાત્રા મૈયત લઈને આવતા મુસ્લિમ સમાજના લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. જેને લઈ નગર પાલિકાને રજૂઆત કરતાં છતાં નગર પાલિકાના પેટનું પાણી હલતું નહીં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે આ કોન્ટ્રાક્ટમાં નગર પાલિકાના સભ્યોનો પેટા ભાગ હોય અને સ્થાનિકો દ્વારા સારી રીતે રોડ બને તેની રજૂઆત હોય જેના કારણે રોડ માં વિલંબ થતો હોય અને હેરાન ગતિ કરાઇ રહી હોય તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. જ્યારે નગર પાલિકા ઇજનેર ડામોર સ્થળ ઉપર આવતા ના હોય તેમજ જે તે રોડના ક્ધસલ્ટન પણ પોતાની ફરજ બજાવતા નહીં હોવાનું અને પોતાના માણસો રોડ ઉપર નહીં મૂકી ફોટા મંગાવી રિપોર્ટ કરતાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે, શું નગરપાલિકા અને કોન્ટ્રાકટર અને પેટા કોન્ટ્રાકટર વચ્ચે મીલીભગતના કારણે રોડનું કામ અટકી રહ્યું છે. શું રોડમાં વિલંબ થવાનું કારણ નગર પાલિકાના ચીફ ઓફીસર જાણશે ખરૂં અને જે તે વિભાગના વડા તેમજ રોડ ક્ધસલ્ટન સામે જિલ્લા કલેક્ટર અથવા ચીફ ઓફિસર કાયદેસરની તપાસ કરી રોડ વિલંબ કરનારાઓ સામે નગર પાલિકા એક્ટ મુજબ અને ટેન્ડર માં દર્શાવેલ શરતોનું ઉલ્લંધન મુજબ કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ તે એક ચર્ચાનો વિષય છે.