રાજકોટમાં આરોગ્ય વિભાગે ૩૦ કિલો અખાદ્ય જથ્થો નાશ કર્યો

રાજકોટ, રાજકોટ શહેરમાં ફરી એકવાર આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. શહેરમાં પોશ વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટ અને ખાદ્ય સામગ્રી વેચતી જગ્યા પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે અને અખાદ્ય જથ્થાનો નાશ પણ કર્યો છે.

રાજકોટમાં આરોગ્ય વિભાગે પોસ વિસ્તારના રેસ્ટોરન્ટમાં મોટી કાર્યવાહી કરી છે. મિચીઝ, બીએનએસ, બિનહરીફ, સંજય ખમણમાંથી મળી અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કર્યો છે. વાસી નૂડલ્સ, પાસ્તા, સલાડ અને વાસી મન્ચૂરિયનનો જથ્થો નાશ કર્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ચીલી સોસ, લીલી ચટણી સહિત ૩૦ કિલો જથ્થાનો નાશ કરાયો છે. આરોગ્ય વિભાગે મસાલા માર્કેટમાં પણ દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગે રેસ્ટોરન્ટ માલિકોને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.