કબીર પંથ સમાજ સેવા ટ્રસ્ટ પંચમહાલ, મહિસાગર, દાહોદ જિલ્લાના નવા અધ્યક્ષ તરીકે ચીમનભાઈ સંગાડાની સર્વાનુંમતે વરણી કરવામાં આવી


દાહોદ,
દાહોદ જિલ્લાના કબીર મંદિર રેટીયા ખાતે સંત શ્રી નિર્મલદાસ ભોજેલાના અધ્યક્ષ સ્થાને કબીર પંથ સમાજ સેવા ટ્રસ્ટની સામાન્ય સભા મળી હતી. જેમાં સ્થાપક ટ્રસ્ટી અને અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત શ્રી 108 દયાનંદ દાસજી બ્રહ્મલીન થવાથી તેમની ખાલી પડેલ અધ્યક્ષની જગ્યા માટે સામાન્ય સભ્યોની ખાસ સભા મળી હતી. જેમાં નવા અધ્યક્ષ તરીકે ચીમનભાઈ સંગાડા વાસિયા હાલ ગોધરાની સર્વનુંમતે વરણી કરવામાં આવી હતી. જેને કબીર પંથ સમાજ પંચમહાલ, મહીસાગર, દાહોદ આવકારે છે અને ચિત્રકૂટ એવોર્ડ કિરણસિંહ ચાવડા અભિનંદન આપે છે.