દીપિકા પાદુકોણ બેબી બમ્પ સાથે એક્શન સીન શૂટ કરતી જોવા મળી

મુંબઇ, દીપિકા પાદુકોણ ટુંક સમયમાં માતા બનશે.સપ્ટેમ્બર ૨૦૨૪માં તે બાળકને જન્મ આપશે આ માટે દીપિકા અને રણવીર બંન્ને ખુશ છે, પરંતુ અભિનેત્રી કામ કરી રહી છે.તેના કેટલાક ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. જે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનના સેટના છે. આ ફોટોમાં અભિનેત્રી બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે. જેને જોયા બાદ ચાહકો ખુબ ખુશ થયા છે.

રોહિત શેટ્ટીની ડાયરેક્ટેડ ફિલ્મ સિંઘમ અગેનમાં દીપિકા પાદુકોણ લેડી સિંઘમના રુપમાં જોવા મળશે. જેનો લુક ૨૦૨૩માં જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં તે લોહીથી લથપથ પોલિસની જર્સીમાં જોવા મળી રહી છે. હવે તે ફરી એક વખત પોલિસની જર્સીમાં જોવા મળી રહી છે સાથે રોહિત શેટ્ટી પણ જોવા મળી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા ફોટોમાં દીપિકા પાદુકોણનું બેબી બમ્પ જોવા મળી રહ્યું છે. જ્યારે અભિનેત્રીનો ફોટો વાયરલ થયો તો લોકોનું યાન બેબી બમ્પ પર ગયું હતુ.આ ફિલ્મની એક્શન સિક્વન્સ શૂટ કરવા માટે તે સેટ પર પહોંચી હતી,

દીપિકા પાદુકોણના પાત્રનું નામ શક્તિ શેટ્ટી છે. ફોટોમાં તે પોલિસની જર્સીમાં જોવા મળી રહી છે. આજુબાજુ ડાયરેક્ટર અને ક્રુ મેમ્બર જોવા મળી રહ્યા છે. દીપિકા સાથે એક મહિલા પણ સેટ પર જોવા મળી રહી છે. ત્યારે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, અભિનેત્રી કોઈ સીન દરમિયાન તેને તકલીફ ન પડે એટલા માટે તેની આજુબાજુ છે.