ઝાલોદ,ઝાલોદ નગરમાં રાધિકા હોસ્પિટલની પાસે હેલ્થ કેર લેબોરેટરી આવેલ છે. આ લેબોરેટરીમા સફાઈ કામદાર સવારે આવતા લેબોરેટરીના તાળા ખોલવા જતા શટરને કોઈ તાળું ન જોવાતા કામદાર દ્વારા લેબોરેટરી સંચાલક આલોક હાંડાને આ વાતની જાણકારી આપી હતી. લેબોરેટરી સંચાલક આવતા તેમણે શટરને તાળું ન જોવાતા ચોરીની શંકા થયેલ હતી ત્યારબાદ શટર ખોલતા અંદર એલ્યુમિનિયમ સેક્શનના દરવાજાનું પણ તાળું તૂટેલું જોવા મળેલ હતું. ચોરીની શંકા વધુ દૃઢ થતાં અંદર જઈ રોકડ મુકેલ ડ્રોવર પણ તૂટેલું જોયું અને તેના અંદર મુકેલ અંદાજીત બે લાખ જેટલી રોકડ રકમ ચોરાઈ હોવાનું જણાઈ આવેલ હતું. ચોરો દ્વારા રોકડ રકમ અને શટરને મારેલ તાળા લઈ ગયેલ હોવાનું માલુમ પડેલ છે. લેબોરેટરીમા મૂકેલ અન્ય કોઈ પણ વસ્તુ ચોરાયેલ નથી.
આ ચોરીની જાણ થતાં લેબોરેટરી સંચાલક દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેશનમા જાણ કરવામાં આવી હતી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોતાના સોર્સ દ્વારા ચોરીની ઝીણવટભરી તપાસ હાથ ધરેલ હોવાનું જાણ પડેલ છે. આ લેબોરેટરી પાસે રાધિકા હોસ્પિટલ અને ધૂન હોસ્પિટલ આવેલ છે ત્યાં ટ્રાફિક સતત જોવા મળે છે અને છતાંય ચોરી જે રીતે થયેલ છે તે જોતાં કોઈ જાણભેદુ હોવાની પ્રબળ સંભાવના જોવા મળે છે. હાલ તો દરેક વિષય પોલીસ તપાસમાં છે. એટલે સાચું શું અને ખોટું શું તેનું કોઈ પણ આંકલન કરી શકાતું નથી.