દાહોદ,દાહોદ શહેરમાં આજરોજ 17મી તારીખના રોજ 08મી ભવ્ય શ્રી રામયાત્રા દાહોદ શહેરમાં કાઢવામાં આવી હતી. શ્રી રામયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. શ્રી રામયાત્રાને પગલે સમગ્ર દાહોદ શહેર જય..જય.. શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. શ્રી રામયાત્રામાં વિવિધ ઝાંખીઓએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. આ શ્રી રામયાત્રામાં બાળકોથી લઈ મહિલા, પુરૂષ, વધ્ધો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
આ વખતે રામયાત્રામાં રામ ભગવાનના બાળ સ્વરૂપ રામલલ્લાની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની હતી. અયોધ્યામાં રામ મંદીરમાં સ્થાપિત કરાયેલી પ્રતિમાની આબેહૂબ આ પ્રતિમા ઇન્દૌર અને બંગાળના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવી રહી હતી. જે 16મી તારીખ સુધી દાહોદ લાવવામાં આવી હતી. આ શ્રી રામયાત્રામાં વિવિધ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ત્યારે આજરોજ રામનવમીની ઉજવણી માટે દાહોદ શહેરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અયોધ્યામાં રામ મંદીરની પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવ બાદ દાહોદ શહેર સહિત જીલ્લામાંથી સંખ્યાબંધ લોકોએ અયોધ્યા જઇને ભગવાન શ્રી રામજીના બાલસ્વરૂપના દર્શન દેતીત પ્રતિમા નરી નજરે જોઇને ધન્યતા અનુભવી હતી. દાહોદમાં રામયાત્રાનું આયોજન કરનાર રામયાત્રા સમિતિ દ્વારા અયોધ્યા જેવી જ આબેહૂબ પ્રતિમા તૈયાર કરાવામાં આવી હતી.. મધ્ય પ્રદેશના ઇન્દૌરના બંગાલી ચોરાહાના કલાકાર અતુલ પાલ અને બંગાળના કારીગરોની ટીમ દ્વારા છેલ્લા એક પખવાડિયાથી તૈયાર કરવામાં આવી હતી. અતુલભાઇ પાલે જણાવ્યુ હતુ કે, 10 ફુટ ઉંચી આ પ્રતિમાના નિર્માણમાં ગંગા નદીની માટીનો ઉપયોગ સાથે ઘાસ અને વાંસનો ઉપયોગ કરીને તેને સંપૂર્ણ ઇકોફ્રેન્ડલી નિર્માણ કરવામાં આવી હતી. રામયાત્રામાં ભગવાનના બાળસ્વરૂપની આબેહૂબ પ્રતિમા ઉપરાંત પ્રભુ શ્રી રામજીના જીવન ચરિત્ર શ્રી રામાયણના પાત્રોની ઝાંકીઓ સાથે વિશેષ આજનાના યુગમાં ભાઈ – ભાઈ વચ્ચે પ્રેમ બની રહે એવો સંદેશો આપતી ઝાંકીના ભાગ રૂપે પ્રભુ શ્રી રામજી વનવાસમાં ગયા ત્યારે ભાઈ ભરત દ્વારા સિંહાસન પર પ્રભુ શ્રી રામની ચરણ પાદુકા (ખડાઉં) મૂકી ભગવાન શ્રી રામજીના વનવાસ સમય દરમ્યાન રાજ કરવામાં આવ્યું હતુ તે ઝાંકીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. આજે આ શ્રી રામયાત્રા દાહોદ શહેરના ઠક્કર ફળિયા વિસ્તારમાંથી નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. શ્રી રામયાત્રામાં જય.. જય.. શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિવિધ ઝાંખીઓએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. ઇન્દૌરના કલાકાર દ્વારા તૈયાર કરાઇ રહેલી રામલલ્લાની પ્રતિમા ઇકોફ્રેન્ડલી હતી. 10 ફુટ ઉંચાઇ ધરાવતી આ પ્રતિમાના નિર્માણમાં ગંગા નદીની માટી સાથે ઘાસ અને વાંસનો ઉપયોગ કરાયો હતો. પ્રતિમાની આસપાસ વિષ્ણુજીના દસ અવતાર પણ બનાવાયા હતાં. આ સાથે નીચે હનુમાનજી અને એક તરફ ગરૂડદેવ તેમજ માથા ઉપર સૂર્યદેવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઢોલ, નગારા, ડીજેના તાલે શ્રધ્ધાળુ ઝુમી ઉઠ્યાં હતાં. ઠેર ઠેર સમાજના લોકો દ્વારા શ્રી રામયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં જ્યાંથી શ્રી રામયાત્રા નીકળી ત્યાં ત્યાં ઠંડાપીણા, નાસ્તો વિગેરેના સ્ટોલો પણ સેવાભાવી લોકો દ્વારા લગાવવામાં આવ્યાં હતાં. શ્રી રામયાત્રામાં દાહોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.