- મહીસાગર જીલ્લામાં ગત વર્ષમાં 31 માર્ચ સુધીમાં 25 બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે અને આ વર્ષે દોઢ મહિનામાં 5 લગ્ન અટકાવવામાં આવ્યા.
મલેકપુર,મહીસાગર જીલ્લામાં સમાજ સુરક્ષા અધિકારી દ્વારા લુણાવાડાના વણીયાવાળા ગોરાડા ગામે એક બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા. મળતી વિગતો અનુસાર લુણાવાડા તાલુકાના વણીયાવાળા ગોરાડા ગામે આજે લગ્ન 17 વર્ષના પગી સમાજના દીકરાના લગ્ન થવાના છે તેવી માહિતી મળી હતી. જેને લઈ સમાજ સુરક્ષા અધિકારી દ્વારા લગ્નના આગલા દિવસે પહોંચ્યા બાદ તાપસ કરતા છોકરાની ઉમર 17 વર્ષ અને છોકરીની ઉંમર 17 વર્ષ હોવાનું જાણવા મળતા બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારી ભાર્ગવીબેન તેમના સ્ટાફ સહિત પોલીસના સાહિયોગ મેળવી પરિવાર સાથે વાતચીત કરી બોહેધારી પત્ર લખવી લગ્ન અટકાવવામાં આવ્યા હતા. તેમજ તેની ઉંમર પૂરતી થાયેથી તેનું લગ્ન કરવા સૂચન કરવામાં આવ્યું હતું. આ બાબતે દીકરાના વાલીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે દાદાની ઈચ્છા એવી હતી કે દીકરાના લગ્ન જોઈને જાય અને દીકરી વાળાઓએ એવું જણાવ્યું હતું કે બીજી 20 વર્ષની દીકરીના લગ્ન હતા તો જોડે જોડે બીજી દીકરીના લગ્ન કરતા એક ખર્ચમાં બંને દીકરી પરણી જય તેવું જણાવ્યું હતું. ત્યારે મહીસાગર જીલ્લામાં ગત વર્ષમાં 31 માર્ચ સુધીમાં 25 બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે અને આ વર્ષે દોઢ મહિનામાં 5 લગ્ન અટકાવવામાં આવ્યા હતા.
એક બાળકના લગ્ન નક્કી થયા હોય અને બીજાની ઉંમર ઓછી હોય તેવા સંજોગોમાં એક ખર્ચમાં બે સંતાનોના લગ્ન થઈ જાય એવા આશ્રયથી કેટલાક લગ્ન થાય છે. કેટલીક જગ્યાએ પૂરતા એજ્યુકેશનનો અભાવ અને કાયદાની અજ્ઞાનતાને લઈ કોઈક વાર બાળ લગ્ન થાય છે જીલ્લા કલેકટર દ્વાર બાળ લગ્ન અટકાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શ આપી જીલ્લામાં એક પણ બાળ લગ્ન ન થાય એ બાબતે પૂરેપૂરૂં તકેદારી જરૂરી માર્ગદર્શન અને કાર્યવાહી કરવા સૂચના આપી છે. :- મયંક જોષી, ચેરમેન બાળ કલ્યાણ સમિતિ, મહીસાગર…