બાલાસિનોર, બાલાસિનોર નગર વિસ્તારમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠકના વરદ હસ્તેથી શોભા યાત્રાનો પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ભારે સંખ્યામાં નગરજનો અને રામભક્તો જોડાયા હતા. આ શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો પર થઈને રામજી મંદિર પરત ફરી હતી. જ્યારે બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત યોજવામાં આવ્યો હતો.