- ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર શાંતિમય વાતાવરણમાં ચૂંટણી પૂર્ણ થાય તે અંગે ઓબ્ઝર્વરશ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું
નડિયાદ, 17-ખેડા લોકસભા બેઠક માટેના જનરલ ઓબ્ઝર્વર શશી પ્રકાશ ઝા, આઈએએસની અધ્યક્ષતામાં જીલ્લા કલેક્ટરશ કચેરી ખાતે ચૂંટણી નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જીલ્લા ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત નિયુક્ત થયેલ નોડલ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ચૂંટણીમાં રોકાયેલ કર્મચારીઓની તાલીમ, ચૂટંણી સંબધિત મટીરીયલ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, કમ્પ્યુટરાઈઝેશન અને સાઈબર સિક્યુરીટી, સ્વીપ એક્ટીવીટી, લો એન્ડ ઓર્ડર, ઈવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ, મોડલ કોડ ઓફ ક્ધડક્ટ, એક્સપેન્ડીચર મેનેજમેન્ટ, બેલટ પેપર-પોસ્ટલ બેલટ, મીડીયા મોનીટરીંગ, ઈલેક્ટોરલ રોલ, હેલ્પલાઈન ગ્રીવાન્સ રીડ્રેસલ સિસ્ટમ, ઓબ્ઝર્વર રોકાણ વ્યવસ્થાપન અને પીડબલ્યુડી મતદાન બુથ સહિતની કામગીરીઓ માટે નિયુકત નોડલ ઓફીસરશ્રીઓ દ્વારા અત્યાર સુધીમાં કરાયેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની કામગીરીને વધુ અસરકારક બનાવવા તથા સમગ્ર ચૂંટણી શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે જનરલ ઓબ્ઝર્વરશ્રી અને જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા. જેમાં સ્વીપ એક્ટીવીટીમાં તરૂણો અને યુવાનોને સાંકળી મતદાન જાગૃતિ કાર્યો કરવા, માઈક્રો લેવેલ કર્મચારીઓના તાલીમ આપી ક્વીઝ દ્વારા મળેલ તાલીમની અસરકારકતા ચકાસવા બાબતે અને ચૂંટણી ટ્રાન્સપોર્ટેશનમાં ડ્રાઈવરોને ચૂંટણી કામગીરીની ગંભીરતા બાબતે તાલીમ આપવા જણાવ્યું હતુ. સાથે જ જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ચૂંટણીની તમામ કામગીરી મોડલ કોડ ઓફ ક્ધડક્ટ પ્રમાણે જ થશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, એસ.પી. રાજેશ ગઢીયા, ડીઆરડીએ ડાયરેક્ટર લલિત પટેલ, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી કુસુમ પ્રજાપતિ, ચૂંટણી નોડલ અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ હાજર રહ્યાં હતા.