- જીલ્લામાં તમામ જગ્યાએ રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ.
ગોધરા, પંચમહાલ જીલ્લામાં ગોધરા સહિત કાલોલ, હાલોલ, ધોધંબા, વેજલપુર અને શહેરામાં પણ રામનવમીના પાવન પર્વએ ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી. ડી.જે.અને ઢોલના તાલે નિકળેલ શોભાયાત્રામાં રામભકતોએ જય શ્રીરામના જય ધોષથી વાતાવરણ ભકિતમય બન્યું હતું. પંંચમહાલ જીલ્લામાં રામનવમીએ યોજાયેલ ભગવાન શ્રીરામની શોભાયાત્રા દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પુરી થઈ હતી.
ગોધરા શહેરના મધ્યમાં આવેલ રામસાગર તળાવ પાસે આવેલ પૌરાણિક રામજી મંંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બપોરના 12 કલાકે ભગવાન શ્રીરામની જન્મ મહાઆરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં રામભકતો ઉમટી પડયા હતા.
ગોધરાના રામજી મંદિર ખાતેથી મોડી સાંજે ભવ્ય શ્રીરામ ભગવાનની શોભાયાત્રા યોજાવામાં આવી. ભગવાન શ્રીરામની મૂર્તી સાથે ઢોલ, ડી.જે. સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં વિવિધ વેશભુષા સાથે રામભકતો જોડાયા હતા. ભગવાન ધજાઓ સાથે મોટી સંખ્યામાં રામભકતો જોડાતા વાતાવરણ રામમય બન્યું હતું. રામજી મંદિર ખાતેથી નિકળેલ શોભાયાત્રા રામજી મંદિર થી નગર પાલિકા રોડ, ચાચર ચોક થઈ બસ સ્ટેન્ડ, બગીચા રોડ, શહેરા ભાગોળ થઈ રામજી મંદિર ખાતે પરત ફરી હતી.
શહેરા સહિત સમગ્ર જીલ્લામાં રામનવમી ની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવવા સાથે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નગરમાં વાજતે ગાજતે નીકળી હતી.
શહેરા નગર અને તાલુકામાં રામનવમીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.જ્યારે રામજી મંદિરથી ભગવાન શ્રીરામની ભવ્ય શોભયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી હતી. આ રામયાત્રા નગરના મેઇન બજાર, સિંધી માર્કેટ, સિંધી ચોકડી સહિત અન્ય વિસ્તારોમાં ફરી ને મંદિર ખાતે પરત આવી હતી. ભગવાન શ્રી રામની શોભાયાત્રા દરમિયાન જય..જય..શ્રી રામના નાંદ વચ્ચે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પોલીસ તંત્ર દ્વારા પણ રામનવમીના પાવન પર્વને લઈને શોભાયાત્રા ના રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.