જમ્મુ, એક્ટર કોમેડિયન કપિલ શર્મા આ દિવસોમાં નેટલિક્સ ઓરિજલ કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં વ્યસ્ત છે. પોતાની વ્યસ્ત શેડ્યુઅલમાંથી સમય નીકાળીને એક દિવસ પહેલાં જમ્મુ સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિર પહોંચ્યા હતા. કપિલની સાથે પત્ની અને બાળકો પણ હતા. જમ્મુતી કપિલની તસવીરો અને વિડીયો સામે આવી રહ્યા છે. શ્રી માતા વૈષ્ણો દેવીની આરાધના કરતા જોઇ શકાય છે. આ સાથે માતા રાનીની આરાધન કરતા જોઇ શકાય છે. કપિલ માતા રાનીના ગીત ગાઇ રહ્યા છે. આ સાથે એક પૂરી મંડળી છે.
કપિલ શર્માએ આશા ફિલ્મના તૂને મુઝે બુલાયા સહિત અનેક ભક્તિ ફિલ્મો ગાયા હતા. પહેલાં કપિલ શર્માએ પત્ની અને બાળકોની સાથે માતા વૈષ્ણો દેવીના દર્શન કરીને આશીર્વાદ લીધા અને પછી માતાના ભજન કર્યા. આ દરમિયાન ગિન્ની અને બાળકો માતાની ભક્તિમાં રમતા જોવા મળ્યા. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અનેક વીડિયો શેર થયા છે.
કપિલ શર્માની દેવી માતા પ્રત્યે ઊંડી આસ્થા છે. નવરાત્રિના દિવસોમાં સપ્તમીના દિવસે વૈષ્ણોદેવી પહોંચ્યા. કપિલ શર્માએ વીડિયો શેર કરતા લખ્યુ કે આજે સંયાકાલીન સપ્તમ ચૈત્ર નવરાત્રિ ૨૦૨૪ના પવિત્ર પાવન અવસર પર ૧૫ એપ્રિલના રોજ આરતીમાં શ્રી માતા વૈષ્ણોદેવી જીના ચરણોમાં કપિલ શર્માએ હાજરી આપી.
આમ, તમને જણાવી દઇએ કે કપિલ શર્મા કડી સુરક્ષા વચ્ચે માતા વૈષ્ણોદેવી મંદિરમાં પહોંચ્યા હતા. આ સમયે કપિલ શર્માએ પ્રિન્ટેડ કુર્તો પહેર્યો હતો. કપિલને મંદિરમાં જોતાની સાથે લોકો ખુશ થઇ ગયા હતા. કપિલ શર્માએ સામાન્ય માણસની જેમ મંદિરમાં આશીર્વાદ લીધા. આ સમયે રાહ પણ જોઇ હતી. આ સાથે પત્ની અને બાળકો પણ જોવા મળ્યા.