મુંબઇ, હાલમાં આઇપીએલની ૧૭મી સિઝન ચાલી રહી છે , ત્યારે આઇપીએલ દરમિયાન ખેલાડીઓ તેમની તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે. બધા ફ્રેચાઇઝી અને કોમેન્ટેટરો પણ તેમના ચાહકોને ક્રિકેટની અપડેટ આપવા સોશિયલ મીડિયા પર મેચની તસ્વીર અને વીડિયો શેર કરતા હોય છે. હવે બીસીસીઆઇએ આના પર મર્યાદા લાદવાનો નિર્ણય કર્યો છે. હવે જો કોઇ પણ ટીમના ખેલાડી અને કોમેન્ટેટરને પોસ્ટ કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે.
એક રિપોર્ટ અનુસાર બીસીસીઆઇ એ બધા ખેલાડીઓ, કોમેન્ટેટરો, આઈપીએલના માલિકો અને સોશિયલ મીડિયા અને કન્ટેન્ટ ટીમને સુચના જાહેર કરી છે. જેમાં તેમને મેચના દિવસે સ્ટેડિયમમાંથી કોઇ પણ પ્રકારના ફોટો કે વીડિયો શેર ન કરે. ભારતના એક પૂર્વ બેટ્સમેને મેચ દરમિયાન કોમેંટ્રી કરતા એક તસ્વીર શેર કરી હતી.જેના કારણે બ્રોડકાસ્ટ રાઇટ હોલ્ડર નારાજ થઇ ગયા હતા.આ ઘટના પછી બીસીસીઆઇ સ્ટાફ સદસ્ય દ્રારા એ વ્યક્તિને તાત્કાલિક પોસ્ટ હટાવવા માટે કહેવામાં આવ્યુ હતુ.
રિપોર્ટ હેથળ બ્રોડકાસ્ટએ આઇપીએલ રાઇટ્સ માટે ભારે રકમ ચુકવી છે. એટલે કોમેન્ટેટર મેચ દરમિયાન વીડિયો કે તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નથી શક્તા. ઘણી વખત કોમેન્ટેટરે લાઇવ કર્યુ અને પછી પોસ્ટ પણ કરી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લાખો વ્યુ મળયા છે. ફ્રેચાઇએ પણ લાઇવ મેચના વીડિયો કે પોસ્ટ નહી કરી શકે. આ મર્યાદિત તસ્વીર જ પોસ્ટ કરી શકાશે.
બીસીસીઆઇએ આ મામલે કડક વલણ અપનાવ્યુ છે. અને આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ચેતવણી પણ આપી છે. આનો ઉદ્દેશ્ય વ્યક્તિઓ અથવા ટીમોને મેચ દરમિયાન ફોટા અથવા વીડિયો શેર કરીને ફોલોઅર્સ રોકવાનો છે. આ સિવાય કેટલાક ખેલાડીઓએ મેચ દરમિયાન ફોટોગ્રાસ શેર કર્યા હોવાની જાણ કરવામાં આવી હતી અને તેને દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી. ખેલાડીઓની તમામ પોસ્ટ પર નજર રાખવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર આઇપીએલ ટીમને લાઈવ મેચની વીડિયો ક્લિપ શેર કરવા બદલ ૯ લાખ રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.