કાલોલ, કાલોલ તાલુકા પંચાયત કચેરીનું અંદાજિત પાંચ વર્ષ પહેલાં નવનિર્માણ થયું હતું. કાલોલની આસપાસમાં આવેલ કુલ 70 ગ્રામ પંચાયતનો સમાવેશ કાલોલ તાલુકા પંચાયતમાં થતો હોય છે. જ્યારે આમ 70 ગ્રામ પંચાયતનોનાં અરજદારો, તલાટી, સરપંચ કચેરીનાં કામકાજ માટે આવતા હોય છે. જ્યારે આવી સરકારી કચેરીઓમાં દિવાલો પર તેમજ આસપાસ સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બેનરો પણ લગાવવામાં આવે છે. જ્યારે કાલોલ તાલુકા પંચાયત કચેરીમાં આવેલ શૌચાલય તેમજ દિવાલો અને હવા ઉજાસ માટે રાખવામાં આવેલી બારીઓ પાસે પાન પડીકીનાં લાલઘૂમ ધબ્બાથી ખદબદતી ગંદકી જોવા મળી રહી છે. જ્યારે તાલુકા પંચાયત કચેરીની અંદર આવેલા શૌચાલય પણ ગંદકીથી ખદબદી ઉઠતા તેણી સુવાસ પ્રસરતા આવનાર અરજદારોનાં માંથાના દુખાવા સમાન બની જતા હોય છે. તાલુકા પંચાયત કચેરીનાં જવાબદાર તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત કચેરીના પ્રમુખ દ્વારા સ્વચ્છતા વાવતે ધ્યાન ન રાખી કચેરીમાં પાન-પડીકી ખાઈ ગંડકી કરતાં ઇસમો સામે નિષ્કાળજી દાખવતા કચેરીઓ ની દિવાલો લાલઘુમ થતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જ્યારે તાલુકા પંચાયત કચેરીના સભાખંડ થી,જઇખ વિભાગ સુધી ની લાંબીમાં જમીન તળિયાની ટાઇલ્સ પણ ઉખડી જતાં અરજદારોને ઠેસ પહોંચે તેવી પરિસ્થિતી સર્જાય છે. ગણા લાબા સમયથી આ દ્રશ્ય નજરે નિહાળી શકાય છે પરંતુ આજ દિન સુધી આ દીવાલો ને પાન પડીકી ખાઈ કોન ગંદી બનાવતું હોય તેની નાતો તાલુકા પ્રમુખ ની કે તાલુકા વિકાસ અધિકારીની નજર પહોંચી નથી. શું સ્વચ્છતાની વાતો કરતું તંત્ર જ ગંદકી કરવામાં માહિર બન્યું છે ? તદુપરાંત તાલુકા પંચાયત કચેરીનાં પતરાંગણમાં પણ કચરો અને લીલો ઘાસચારો પથરાયેલો જોવા મળી રહે છે. જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહે છે. જોકે જવાબદાર તંત્ર તાલુકાની મુખ્ય કચેરીમાં જ ગંદકી દુર નથી કરી શકતા તો ગ્રામ્ય લેવલો પર સ્વચ્છતાનાં કેવા હાલ હોય તે ગ્રામ્ય વિસ્તારોમાંની મુલાકાત થાય તો જ બહાર આવે તેમ છે.