હાલોલ,હાલોલ સાવલી રોડ ઉપર ખાખરીયા કેનાલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં પાણીપુરીની લારી ઉપર નાસ્તો કરવા ઉભેલા સાવલી તાલુકાના મુવાલ ગામના ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. મુવાલ ગામેથી ટ્રેક્ટરમાં પાણીની બોટલો ભરી પાંચ વ્યક્તિઓ પાવાગઢ આવતા દર્શનાર્થીઓની સેવા માટે આવ્યા હતા. જેવો પરત મુવાલ ફરી રહ્યા હતા. ત્યારે હાલોલ સાવલી રોડ ઉપર ખાખરીયા કેનાલ પાસે પાણીપુરીની લારી ઉપર નાસ્તો કરવા માટે રોકાયા હતા. તે દરમિયાન હાલોલ તરફથી સાવલી તરફ જઈ રહેલી એક સ્વીફ્ટ કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પાણીપુરીની લારી સહિત તમામ લોકોને અડફેટે લેતા ત્રણ યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જે તમામને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. સાવલી તાલુકાના મુવાલ ગામના યુવકો ટ્રેક્ટર માં પાણીની બોટલો ભરી પાવાગઢ મહાકાળીના દર્શને આવતા પદયાત્રીઓની સેવા માટે આવ્યા હતા. જેઓ પરત ઘરે ફરી રહ્યાં હતા. ત્યારે હાલોલ સાવલી રોડ ઉપર ખાખરીયા કેનાલ નજીક ટ્રેક્ટર બાજુમાં લગાવી પાણીપુરીની લારી ઉપર નાસ્તો કરવા માટે ઊભા રહ્યા હતા. તે દરમિયાન હાલોલ તરફથી સાવલી તરફથી પુર ઝડપે આવેલી સ્વીફ્ટ કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અન્ય એક કારને ટક્કર મારીને પાણીપુરીની લારી સહિત ત્યાં નાસ્તો કરી રહેલા મુવાલ ગામના સેવાર્થીઓ ને અડફેટે કીધા હતા. જેમાં નયન હસમુખભાઈ પરમાર,ક્રિસ જીવનભાઈ પરમાર અને રમેશભાઈ પરમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. તમામને અત્રે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે.ઘટના માં બચી ગયેલા સેવાર્થી અક્ષય પ્રવીણભાઈ પરમારે કહ્યું કે, અમે લોકો પાણી પુરી ખાઈ રહ્યા હતા. ત્યારે પાછળ થી પુરઝડપે એક કાર આવી અમને લારી સાથે ઉછાળી મુક્યા. કાર ચાલકને ઝોકું આવી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી તેવી જાણકારી મળવા પામી હતી.