ખેડા\ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 17- ખેડા લોકસભા બેઠક માટે તા. 7મી મે 2024ના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આજે તા. 16-04-2024 ને મંગળવારના રોજ ખેડા લોકસભા બેઠક પર 05 ઉમેદવારો દ્વારા કુલ 05 ફોર્મ ભરવામાં આવ્યા છે.
17- ખેડા લોકસભા બેઠક પરથી દેવુસિંહ જેસિંગભાઈ ચૌહાણ અને અપૂર્વ પટેલે ભારતીય જનતા પાર્ટીમાંથી, ઉપેન્દ્રકુમાર વલ્લવભાઈ પટેલે અપક્ષમાંથી, અનીલકુમાર પટેલે રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમી પાર્ટીમાંથી અને ભાઈલાલભાઈ કાળુભાઈ પાંડવે બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે.
નોંધનીય છે કે, જીલ્લામાં 17- ખેડા લોકસભા બેઠક માટે તા. 12/04/2024 થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ગઈ છે અને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા. 19/04/2024 છે. વધુમાં તા. 20/04/2024 રોજ ઉમેદવારી પત્રો ચકાસણી કરવામાં આવનાર છે અને ઉમેદવારી પત્રક પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22/04/2024 છે.