એન.આર. એલ.એમ શાખા DRDA દ્વારા મહેમદાવાદના હરીપુરા લાટ ખાતે સ્વીપ એક્ટીવીટી અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રવૃતિ કરવામાં આવી

  • દિવ્યાંગ મહિલા રમતવીરે મતદાન રેલીમાં ભાગ લઈ લોકોને મતદાન કરવા પ્રેરણા આપી.

નડિયાદ,લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 અન્વયે જીલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત એન.આર. એલ.એમ શાખા DRDA દ્વારા મહેમદાવાદના હરીપુરા લાટ ખાતે સ્વીપ એક્ટીવીટી અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી. જેમાં આ ગામના આંતરાષ્ટ્રીય સ્તરે મેડલ વિજેતા એવા દિવ્યાંગ રમતવીર ગૌરીબેન પુરષોતમભાઈ પટેલે મતદાન જાગૃતિની રેલીમાં જોડાઈને ગામલોકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.

વધુમાં કાર્યક્રમ અંતર્ગત સખી મંડળની બહેનો સાથે મીટીંગ કરી તેમને મતદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તથા જેમની પાસે વોટર આઇડી નથી તેઓને પણ વોટર આઈડી સિવાયના અન્ય માન્ય પુરાવાઓ વિશે સમજૂતી આપી.

આ પ્રસંગે હરીપુરા લાટ ગામના દિવ્યાંગ રમતવીર ગૌરીબેન પટેલ સહિત સખીમંડળની અંદાજીત 33 બહેનો હાજર રહી હતી.