વ્રજ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી બારેજા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો

નડિયાદ,લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે જીલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જે અંતર્ગત બારેજામાં આવેલ વ્રજ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓને મતદાન સંદર્ભે જાગૃત કરવામાં આવ્યા. વ્રજ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝના ચીરીપાલ પોલીફિલ્મ પ્રાઇવેટ લિમિટેડ, નંદન ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ, કેન્ટેનરી પોલીટેક્સ લિમિટેડ, વ્રજ ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ, નોવા ટેક્સટાઈલ, શાંતિ સરટીંગ અને ચિરીપાલ પોલીટેકનિકમાં સ્વીપ એક્ટીવીટી અંતર્ગત મતદાન જાગૃતિ શપથ, મતદાન જાગૃતિ સૂત્રોચ્ચાર અને કામદારો દ્વારા સિગ્નેચર કેમ્પિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત એસ. એન. સબાસરા જનરલ મેનેજર જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખેડા, જીલ્લા શિક્ષણ અધિકારી શ્રની કચેરીના મદદનીશ શિક્ષણ નિરીક્ષક રીતેશભાઈ પટેલ અને ચેતનભાઇ પટેલ, કંપનીના મેનેજર સહિત કંપનીના બધા જ યુનિટમાંથી કુલ 275 વ્યક્તિઓએ ભાગ લીધો હતો.