ધાનપુરના વાકોટા ગામે જમીનના ઝગડામાંં ત્રણ ઈસમોએ દંપતિ ઉપર પથ્થરો વડે હુમલો કરી ધિંગાણું મચાવ્યું

દાહોદ, દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના વાકોટા ગામે જમીન સંબંધી મામલે ત્રણ ઈસમોએ એક દંપતિને કુહાડીની મુદલ વડે, છુટ્ટા પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

ગત તા.13મી એપ્રિલના રોજ ધાનપુરના વાકોટા ગામે પટેલ ફળિયામાં રહેતાં છગનભાઈ ખીમલાભાઈ, દીતાભાઈ ખીમલાભાઈ અને રમણભાઈ ખીમલાભાઈ તમામ જાતે પસાયાનાઓ પોતાના ગામમાં વાવ ફળિયામાં રહેતાં મધુબેન નગરીયાભાઈ ભુરીયાના ઘરે આવી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તેમની જમીન નહીં ખેડવા દઈએ તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ મધુબેનને અને તેમના પતિ નગરીયાભાઈને કુહાડીની મુદલ વડે, છુટ્ટા પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મધુબેન નગરીયાભાઈ ભુરીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.