હાલોલ કરીમ કોલોની ખાતે ભાડાના મકાનમાં ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાડતા ઈસમને 51 હજારના મુદ્દામાલ સાથે ઝડપ્યો

હાલોલ,હાલોલ કરીમ કોલોનીમાં ભાડાના મકાનમાં ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાડતા હોય તેવી બાતમીના આધારે ગોધરા એલ.સી.બી.પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન એક ઈસમને લેપટોપ, ટેબલેટ, મોબાઈલ ફોન-4 મળી 51,600/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, હાલોલ કરીમ કોલોની ખાતે અમજદખાન ઉસ્માનખાન પઠાણ ભાડાના મકાનમાં આઈ.પી.એલ. ક્રિકેટ મેચનો સટ્ટો રમાડી રહ્યા છે. તેવી ચોકકસ બાતમીના આધારે પોલીસે કરીમ કોલોની ખાતે ફિરોજખાન હુસેનખાન પઠાણના મકાનમાં રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન લેપટોપ-1, ટેબલેટ-1, મોબાઈલ ફોન નંંગ-4, ઈલેકટ્રીક બોર્ડ, ચાર્જર મળી કુલ 51,600/-રૂપીયાના મુદ્દામાલ અમજદખાન ઉસ્માનખાન પઠાણને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય આરોપીઓ મુખ્તયાર મલીક, વહીદભાઈ કાયમખાન પઠાણ મળી આવેલ ન હોય તેવા આરોપી વિરૂદ્ધ હાલોલ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Don`t copy text!