નવીદિલ્હી, ભારતે નેપાળની વિવિધ સંસ્થાઓને ૩૫ એમ્બ્યુલન્સ અને ૬૬ સ્કૂલ બસો ભેટમાં આપી. નેપાળમાં ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવે નેપાળ સરકારના નાણામંત્રી બર્ષમન પુનની હાજરીમાં અધિકારીઓને એમ્બ્યુલન્સ અને સ્કૂલ બસોની ચાવીઓ સોંપી. કુલ ૧૦૧ વાહનોમાંથી, બે એમ્બ્યુલન્સ ભૂકંપગ્રસ્ત જાજરકોટ અને પશ્ર્ચિમ રૂકુમ જિલ્લામાં સોંપવામાં આવી હતી.
ભારતીય રાજદૂત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ બેઠક ભારત દ્વારા લાંબા ગાળાની પહેલનો એક ભાગ છે અને બંને દેશો વચ્ચેની ઊંડી ભાગીદારીને રેખાંક્તિ કરે છે. તેનો ઉદ્દેશ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને આવશ્યક સેવાઓની બહેતર પહોંચ દ્વારા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો છે.
નેપાળના નાણામંત્રી પુને ભારત સરકારના સહયોગથી નેપાળમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આનાથી બંને દેશોના લોકો વચ્ચેના સંબંધો અને દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થશે.