ચેન્નાઈ, આઇપીએલ ૨૦૨૪માં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો આમને-સામને છે. બંને ટીમો વચ્ચેની આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ મેચમાં ઘણા રેકોર્ડ બન્યા હતા. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. ચેન્નાઈ સામેની મેચમાં તે શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. આ મેચમાં રોહિત શર્માએ પણ ઘણા રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ટી-૨૦ ક્રિકેટમાં પોતાની ૫૦૦ સિક્સર પણ પૂરી કરી હતી. આવું કરનાર તે ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ પહેલા કોઈ ભારતીયે આ કારનામું કર્યું નથી. રોહિત શર્મા તેની લાંબી હિટિંગ પાવર માટે જાણીતો છે. આ કારણે તેને હિટમેન પણ કહેવામાં આવે છે.
રોહિત શર્માએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ત્રીજો સિક્સ ફટકારતાની સાથે જ ટી ૨૦ ક્રિકેટમાં પોતાની ૫૦૦ સિક્સર પૂરી કરી લીધી. તેણે રવિન્દ્ર જાડેજાની બોલિંગ પર આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા વિશ્ર્વ ક્રિકેટમાં આવા માત્ર ચાર બેટ્સમેન હતા. જેણે ટી-૨૦ ક્રિકેટમાં ૫૦૦ છગ્ગા પૂરા કર્યા છે. રોહિત શર્મા આવું કરનાર ૫મો ખેલાડી બની ગયો છે. આ યાદીમાં ક્રિસ ગેલનું નામ પ્રથમ સ્થાન પર છે. તેણે ટી ૨૦ ક્રિકેટમાં ૧૦૦૦થી વધુ સિક્સર ફટકારી છે.T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેનોની યાદીમાં રોહિત શર્મા પ્રથમ સ્થાને છે. તેણે ૧૯૦ સિક્સર ફટકારી છે.
ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ટોપ ૫ બેટ્સમેન
ક્રિસ ગેલ ૧૦૫૬ છગ્ગા
કિરોન પોલાર્ડ ૮૬૦ છગ્ગા
આન્દ્રે રસેલ ૬૭૮ છગ્ગા
કોલિન મુનરો ૫૭૮ છગ્ગા
રોહિત શર્મા ૫૦૧ છગ્ગા
એ યાદ રહે કે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન ઘણા રેકોર્ડ બન્યા હતા. રોહિત શર્માના ૫૦૦ સિક્સર ઉપરાંત રુતુરાજ ગાયકવાડે આ મેચમાં તેના ૨૦૦૦ આઇપીએલ રન પૂરા કર્યા. તે સૌથી ઝડપી ૨૦૦૦ આઇપીએલ રન પૂરા કરનાર ભારતીય ખેલાડી બન્યો. આ સિવાય એમએસ ધોનીએ આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પોતાની ૨૫૦ ટી૨૦ મેચ પણ પૂરી કરી હતી. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. હવે આઈપીએલમાં તેની સામે બેટ્સમેનોએ કુલ ૨૦૦ સિક્સર ફટકારી છે. ૨૦૦થી વધુ સિક્સરો ખાનારો ત્રીજો બોલર બન્યો છે.