વડોદરા, વડોદરામાં ઈમિગ્રેશનના માલિકે જીમ સંચાલક સાથે રૂપિયા ૪૦ લાખની ઠગાઈ કરી છે. બનાવટી જોબ ઓફર લેટર આપીને વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી કેનેડા ન મોકલતા વેપારીએ આર.એમ.ઈમિગ્રેશનના માલિક સામે વડોદરાના અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આણંદ જીલ્લામાં અગણિત યુવક, યુવતીઓ વિદેશ જવા થનગનતા જોવા મળ્યા છે. તેમનો વિદેશ જવાનો લાભ ઉઠાવી ઈમિગ્રેશન સંચાલકો વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવી દે છે. આવું જ ફરી એકવાર કેનેડા જવા માગતા જીમ સંચાલક સાથે ઘટના બની છે. આણંદના જીમ ચલાવતા વેપારીને કેનેડા જવાની ઈચ્છા થતાં આર.એમ. ઈમીગ્રેશન પાસે ગયા હતા. ઈમીગ્રેશન તરફથી ૪૦ લાખ રૂપિયામાં કેનેડા લઈ જવાનું કહેતા વેપારીએ પૈસા ભર્યા હતા. બાદમાં કેનેડા ન જવાનું થતાં પોતે છેતરાયા હોવાનું જાણ થતાં આર.એમ.ઈમીગ્રેશનના માલિક વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. વડોદરાના અકોટા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અકોટા પોલીસે આ મામલે વધુ તપાસ આદરી છે.