વિધાનસભા સામાન્ય ચૂંટણી- 2022 સંદર્ભે તિક્ષ્ણ હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું

મહિસાગર,
ચૂંટણી દરમ્યાન મહીસાગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તથા મતદારો પોતાનો મત મુકત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી શાંતિમય વાતાવરણમાં વિક્ષેપો ઉભા થાય નહી અને જાહેર સુલેહ શાંતીનો ભંગ થતો અટકાવવાનું અત્યંત જરૂરી જણાતુ હોવાથી, જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવિન પંડયાએ સમગ્ર મહીસાગર જીલ્લામાં કોઈપણ વ્યકિતએ પોતાના પરવાનાવાળા હથિયાર સાથે લઈને નિકળવુ કે ફરવું નહી. ઉપરાંત દંડા, તલવાર, ભાલા, ચપ્પુ, લાકડી,લાઠી અથવા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી ચીજો સાથે લઈ ઘર બહાર નિકળવું કે ફરવું નહી.

આ હુકમ ફરજ ઉપર રોકાયેલ પોલીસ કર્મચારી/અધિકારીઓ કે જેઓને ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવી હોય તેવી વ્યકિતને,શારિરીક અશકિતના કારણે લાકડી અથવા લાઠી લઇ ફરવુ જરૂરી હોય તે વ્યકિતને,રાષ્ટ્રીયકૃત બેન્કો કે તેઓને તે બેન્કની કેશ-કરન્સી લઈ આવવા તથા લઈ જવા માટે તેની ફરજના ભાગરૂપે બેન્કના હથિયાર પરવાનાવાળા શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવેલ હોય, તેવા વ્યકિતઓને લાગુ પડશે નહી.