- દિવ્યાંગ રમતવીર સાદીકા મીર દ્વારા પ્રથમ વખત મતદાન કરતા 370 વિદ્યાર્થીઓને મતદાન કરવા પ્રેરણા આપવામાં આવી.
નડિયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે જીલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જે અન્વયે વિનાયક નર્સિંગ કોલેજમાં સ્વીપ એક્ટીવીટી અંતર્ગત જીલ્લા શિક્ષણ અધિકારી કે.એચ. રાવલ દ્વારા પ્રથમ વખત મતદાન કરતા મતદારોને મતદાનના મહત્વ વિશે સમજૂતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દિવયાંગ રમતવીર રમતવીર કુ.સાદીકાબેન મીર દ્વારા વિદ્યાર્થીઓને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં 370 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં મતદાન જાગૃતિના સૂત્રોચાર, સંકલ્પ વાંચન અને સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે પ્રથમ વખત મતદાન કરતા વિદ્યાર્થીઓ દ્વારા લોકશાહી અંગે પોતાના મંતવ્યો પણ વ્યક્ત કર્યા હતા.
આ કાર્યક્રમમાં શિક્ષણ નિરીક્ષક , મદદનીશ શિક્ષણ નિરીક્ષક , ફિઝિકલ હેન્ડીકેપડ સોસાયટીના અગ્રણી રાકેશભાઈ ચાવડા, રમતવીર કુ. સાદીકાબેન મીર તથા કોલેજના આચાર્ય અને તેમનો સ્ટાફે પણ ભાગ લીધો હતો.