લુણાવાડા ગાંધી કુટીર ખાતે પેન્શનર્સ સિનિયર સીટીઝન્સ અને મહીસાગર જીલ્લા ચુંટણી અધિકારી દ્વારા યોગ સાથે મતદાર જાગૃતિનો સંદેશ આપ્યો

  • યોગ સારા સ્વાસ્થ્ય માટે જરૂરી તેમ મતદાન લોકશાહીના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે તેવો સંદેશ પાઠવ્યો.

લુણાવાડા, દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે ગુજરાત સહિત દેશમાં આદર્શ આચારસંહિતા અમલી બનેલ છે. મહીસાગર જીલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે લુણાવાડા ગાંધી કુટીર હોલ પરીસર ખાતે પેન્શનર્સ સિનિયર સીટીઝન ચેરીટેબલ અને મહીસાગર જીલ્લા ચુંટણી વહીવટી અધિકારી દ્વારા મતદાન જાગૃતિને અનુલક્ષી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં 07 મે 2024ને મંગળવારે લોકસભા ચુંટણીને અનુલક્ષીને પ્રત્યેક નાગરીક અચૂક મતદાન કરે અને કરાવીએ તથા દેશના વિકાસને સમૃધ્ધ બનાવીએ, મારો મત મારો અધિકાર અને લોકસાહીને મજબુત બનાવીએ તેવા સૂત્રો સાથે મતદાન જાગૃતિની પ્રતિજ્ઞા લીધી હતી. વધુમાં આ યોગ શિબિરમાં 21 જૂન કોમન યોગા પ્રોટોકોલ પ્રમાણે બધાને ઉપયોગી એવા વિવિધ યોગાસનો સુક્ષ્મ વ્યાયામ અને પ્રાણાયામ લાફિંગ થેરાપી કરવામાં આવ્યા હતા. વધુમાં જીવન તનાવમુકત બને તેવું જ્ઞાન અને તે સમાજને ઉપયોગી પ્રેરણાદાયી બને તેવી સમજ આપવામાં આવી હતી. શિબિરમાં પંતજલીના યોગા પીઠાચાર્ય વાડીલાલ.એસ.પટેલે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી 82 વર્ષની ઉંમરે પણ વિવધ આસનો અને બાહય પ્રાણાયામ અગ્નિસાર જેવી યોગિક ક્રિયા બતાવી હતી. તેમણે યોગ સારા સ્વાસ્થ્ય માટે જરૂરી તેમ મતદાન લોકશાહીના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે તેવો સંદેશ પાઠવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીલ્લાના સિનીયર સિટીજન મહામંત્રી જયંતીભાઈ પટેલ અને ગુજરાત રાજય યોગ બોર્ડ જીલ્લાના કો- ઓડીનેટર સુનિલભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું અને જીલ્લા કાર્યકર વિનોદભાઇ ચાવડા, બી.આર પટેલ, મહિલા સભ્ય ચંદ્રીકાબેન પંચાલ અને પેન્શનર્સના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.