ગોધરા સિગ્નલ ફળીયા ગળનાળા પાસે ફરિયાદીને ચોરી લુંટમાં સહકાર આપતો નથી તેમ કહી તલવાર વડે હુમલો કરતા ફરિયાદ

ગોધરા, ગોધરા સિગ્નલ ફળીયા ગળનાળા પાસે આરોપી ઈસમોએ ફરિયાદીને બોલાવ્યો હતો અને હવે તું ચોરી લુંટમાં સહકાર આપતો નથી. તેમ કહેતા હવે આવા ધંધા કરવાનો નથી. તેમ કહેતા એક આરોપી તલવાર વડે માથાના પાછળના ભાગે ઈજાઓ કરી તેમજ અન્ય બે એ લાકડાનો દંડો મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા સિગ્નલ ફળીયા ગળનાળા પાસે ફરિયાદી ઓવેશ મોહમદ હનીફ ભાગલીયાને આરોપીઓ રિયાઝ ઈન્દીરા અંધી, એજાઝ રફીક શેખએ સિમલા જવાના રસ્તા ઉપર ગરનાળું સિગ્નલ ફળીયા પાસે બોલાવ્યા હતા અને આરોપી ઈસમોએ તું હવે ચોરી લુુંટના ધંંધામાં સહકાર આપતો નથી. તેમ કહેતા ઓવેશ મોહમદ ભાગલીયાએ હવે આવા ધંંધા કરવો નથી તેમ કહેતા આરોપી રિયાઝ અધીએ તલવાર વડે માથાના પાછળના ભાગે મારી ઇજાઓ કરી જ્યારે અન્ય ઈસમે લાકડીના દંડા વડે મારમારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.