ગોધરા ચુંચલા પ્લોટ વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રીફલીંગ સ્થળે રેઈડ કરી 14 હજારના મુદ્દામાલ ઝડપ્યો

ગોધરા, ગોધરા શહેરના ચુંચલા પ્લોટ ખદી જતુલ કુબરા મસ્જીદ પાસે રહેતા આરોપીના રહેણાંક ધરના ભોંયરામાંં ગેસના બોટલનુંં ગેરકાયદેસર રીફલીંગ કરતા હોય તેવી બાતમીના આધારે એસ.ઓ.જી.પોલીસે રેઈડ કરી ભરેલ ગેસના બોટલ-5, ખાલી બોટલ-1, પાઈપ (વાઈસર) મળી કુલ 14,100/-રૂપીયાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેરના ચુંચલા પ્લોટ ખદી જતુલ કુબરા મસ્જીદ પાસે રહેતા મોહમદ આરીફ યાકુબ સદામસ પોતાના ધરના ભોંંયરામાં ગેરકાયદેસર ગેસ રીફલીંગ કરતા હોય તેવી બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ઈન્ડેન કંંપનીના 5 ગેસના બોટલ ભરેલા કિંંમત 12,500/- રૂપીયા, 1 ખાલી બોટલ, પાઈપ (વાઈસર) મળી કુલ 14,100/-રૂપીયાના મુદ્દામાલ સાથે અરોપીને ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.