પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે થનારા સંશોધનો સમગ્ર વિશ્ર્વને કૃષિ વિકાસનો નવો માર્ગ બતાવશે : રાજ્યપાલ


ગાંધીનગર,
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે ગુજરાત યુનિવસટી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે પીએચ.ડી.ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા છ વિદ્યાર્થીઓને પ્રવેશપત્ર એનાયત કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે થનારા સંશોધનો સમગ્ર વિશ્ર્વને કૃષિ વિકાસનો નવો માર્ગ બતાવશે. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના પીએચ.ડી. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

રાજભવન ખાતે ગુજરાત યુનિવસટી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ ગુજરાતના બે વિદ્યાર્થી ઉપરાંત યુથોપિયાના બે, સુદાનના અને મ્યાનમારના એક-એક વિદ્યાર્થીને પ્રાકૃતિક કૃષિના પીએચ.ડી.ના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના પ્રવેશપત્રો આપ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના પીએચ.ડી.ના અભ્યાસક્રમમાં ગુજરાત ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના અવસરને ઐતિહાસિક અવસર ગણાવ્યો હતો. રાજ્યપાલશ્રીએ ઓર્ગેનિક કૃષિ અને પ્રાકૃતિક કૃષિને સાવ અલગ ગણાવી જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કૃષિમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે, કૃષિ ખર્ચ ઘટતો નથી.

ખેડૂતોની મહેનત પણ ઘટતી નથી. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં એક દેશી ગાયની મદદથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઇ શકે છે. પૂરી વિધિથી પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે તો ઉત્પાદન ઘટતું નથી. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણનું રક્ષણ થાય છે, દેશી ગાયનું જતન  સંવર્ધન થાય છે. કૃષિ ખર્ચ નહિવત થવાથી ખેડૂતોને આથક ફાયદો થાય છે અને સ્વાસ્થ્યપ્રદ કૃષિ ઉત્પાદનો મળે છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, જંગલમાં કોઇ રાસાયણિક ખાતર કે જંતુનાશકોના ઉપયોગ વિના વૃક્ષો અને વનસ્પતિનો પ્રાકૃતિક રીતે વિકાસ-વૃદ્ધિ થાય છે, એ જ પ્રાકૃતિક નિયમ પ્રમાણે ખેતી કરવી એટલે પ્રાકૃતિક કૃષિ. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને ઇશ્ર્વરીય વ્યવસ્થામાં સહયોગી બનવા સાથેની કૃષિ પદ્ધતિ ગણાવી સંશોધનો દ્વારા પ્રાકૃતિક કૃષિનાં વિજ્ઞાનને વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર ડૉ. નીલમ પટેલે જણાવ્યું હતું કે, દેશભરમાં પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં દેશભરના ખેડૂતો દ્વારા ૧૧ લાખ હેક્ટર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેતી થઇ રહી છે. આ પ્રસંગે ડૉ. નીલમ પટેલે એમ પણ જણાવ્યું હતું કે, દેશભરમાં નેશનલ મિશન ઓફ નેચરલ ફામગ હેઠળ યુનિવસટીઓને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ઇનોવેશન સાથે નવા સંશોધનો માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે. તેમણે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સંશોધનો માટે નેશનલ કોન્સોટયમ બનાવવાનો વિચાર પણ રજૂ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત યુનિવસટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાએ પ્રાકૃતિક કૃષિને જનમાનસ સુધી પહોંચાડવા શિક્ષણ અને પ્રચાર પ્રસારના નેટવકગને મહત્વરૂપ ગણાવ્યા હતા. તેમણે ગુજરાત યુનિવસટી દ્વારા પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે થઈ રહેલા પ્રયાસોની માહિતી આપી હતી જ્યારે યુનિવસટીના ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સસ્ટેનીબિલિટીના ડાયરેક્ટર શ્રી સુધાંશુ જાંગીરે પ્રાકૃતિક કૃષિમાં પીએચ.ડી.નો અભ્યાસક્રમ શરૂ કરનારી ગુજરાત યુનિવસટી દેશભરમાં પ્રથમ છે તેમ જણાવી ઇન્સ્ટિટયૂટ દ્વારા થઈ રહેલા વિવિધ કાર્યોની માહિતી આપી હતી.

આ પ્રસંગે ગુજરાત યુનિવસટી દ્વારા પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સંશોધનો અને અન્ય સહયોગ માટે વિવિધ યુનિવસટીઓ અને સંસ્થાઓ સાથે કુલ સાત સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા જેમાં શેર- એ- કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવસટી-જમ્મુના ડો. પ્રદીપ વાલી, હિમાચલ પ્રદેશની ડો વાય. એસ. પરમાર યુનિવસટીના કુલપતિ ડો. રાજેશ્ર્વર સિંહ ચંદેલ, નોર્થ ઈસ્ટર્ન હીલ યુનિવસટી મેઘાલયના પ્રો. પ્રભાશંકર શુક્લા, ગુજરાતની પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક યુનિવસટીના કુલપતિ શ્રી સી. કે. ટીંબડિયા ઉપરાંત નાફેડના રાજ્ય પ્રમુખ શ્રી શંકર શ્રીવાસ્તવ, ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ હાઇ અલ્ટીટ્યુડ રિસર્ચ, લેહ- લડાખના ડાયરેક્ટર ડો. ઓમ પ્રકાશ ચોરસીયા તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ફોરેન ટ્રેડ, નવી દિલ્હીના વીંગ કમાન્ડર (સે. નિ.) ડો.પી. કે. ગુપ્તાએ ઉપસ્થિત રહીને ગુજરાત યુનિવસટી સાથેના આ સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. કાર્યક્રમના અંતે ગુજરાત યુનિવસટીના સ્કૂલ ઓફ સાયન્સ ના ડીન શ્રી પી. એન. ગજજરે આભાર વિધિ કરી હતી.