કચ્છ, કચ્છના સરહદી વિસ્તારમાં આજે સવારના સમયમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે.
પશ્ર્ચિમ કચ્છના વિસ્તારમાં ૨.૯ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો.સવારના ૫:૦૮ કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.કચ્છના સરહદી વિસ્તારમાં આજે સવારના સમયમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. ત્યારે આજે પશ્ર્ચિમ કચ્છના વિસ્તારમાં સવારના ૫:૦૮ કલાકે ૨.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.વર્ષ ૨૦૦૧માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓ અનુભવાય છે. આજે સવારના ૫:૦૮ કલાકેની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ખાવડા વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ ખાવડાથી ૨૧ કિલોમીટર દૂર વેસ્ટ – નોર્થ વેસ્ટમાં સફેદ રણ નજીક નોંધાયો હતો.
પશ્ર્ચિમ કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલ ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર ૧.૦ થી ૪.૦ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે.આજે સવારે ફરી પશ્ર્ચિમ કચ્છના સરહદી વિસ્તા ખાવડા પાસે આંચકો અનુભવાયો હતો.કચ્છમાં વર્ષ ૨૦૦૧ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુક્સાનીના સમાચાર સામે નથી આવી રહ્યા.પરંતુ ૪થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.