અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર વર્ષ ૨૦૨૨ કરતાં વર્ષ ૨૦૨૩ માં ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક પેસેન્જરોની કુલ સંખ્યા ૧.૧૬ કરોડને પાર થઇ છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં વર્ષ ૨૦૨૩ માં એક કરોડથી વધુ પેસેન્જરોએ અમદાવાદ એરપોર્ટથી અવરજવર કરી હોવાનું જાણવા મળ્યુ છે. અમદાવાદથી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિવિધ દેશોમાં ૧૮.૭૩ લાખ પેસેન્જરોએ ઉડાન ભરી છે જ્યારે ડોમેસ્ટિકમાં૯૭.૮૫ લાખ પેસેન્જરોએ અમદાવાદથી વિવિધ શહેરોની ઉડાન ભરી છે. સૌથી વધુ ઇન્ટરનેશનલના પેસેન્જરો વર્ષ ૨૦૨૩ ના ડિસેમ્બરમાં ૧.૯૩ લાખ અને ડોમેસ્ટિકમાં વર્ષ ૨૦૨૩ ના જાન્યુઆરીમાં ૯ લાખથી વધુ પેસેન્જરો નોંધાયા હતા. વર્ષ ૨૦૨૨ ની સરખામણીમાં વર્ષ ૨૦૨૩ માં ઇન્ટરનેશનલ પેસેન્જરોમાં ૩ ૭.૯૫% અને ડોમેસકટિક પેસેન્જરોમાં ૩૩ .૦૨%નો વધારો થયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી દિન-પ્રતિદિન પેસેન્જરોની સંખ્યામાં વૃધિ થઇ રહી છે. વિવિધ સેક્ટરની લાઇટો હાલ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન પણ ભરી રહી છે.